ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બની ગઇ છે…
છોટાઉદેપુર : ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બની ગઇ છે, ત્યારે બોડેલીની કેટલીક મોબાઈલ શોપ પર સ્માર્ટ મોબાઈલ સાથે ૨થી ૫ કિલો ડુંગળીની અનોખી અને આકર્ષક સ્કીમ શરૂ કરતા મોબાઈલ ખરીદનારા ગ્રાહકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે.
દેશભરમાં અત્યારે ડુંગળીના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે, ગુજરાતમાં ડુંગળીનાં ભાવ ૧૪૦ની આસપાસ પહોંચી ગયા છે, જેના લીધે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઇ છે. ખાણી-પીણીની લારીઓ અને હોટલો પર ડુંગળી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે બોડેલીની કેટલીક મોબાઈલ શોપના માલિકોએ મોબાઇલ સાથે ડુંગળી મફત આપવાની અનોખી સ્કીમ બજારમાં લાવતા લોકો તેનો લાભ લઇ રહ્યા છે. મોબાઈલ ખરીદનાર ગ્રાહકને ૨થી ૫ કિલો ડુંગળી ફ્રીમાં આપવામાં આવી રહી છે.