મુંબઇ,
ઈન્ડયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું બીજું મૂન મિશન ચંદ્રાયાન ૨ સફળતાપૂર્વક લોન્ચ થઈ ગયું છે. ચંદ્રયાનને ૨૨ જુલાઈના રોજ બપોરના ૨.૪૩ વાગે દેશના સૌથી તાકતવર બાહુબલી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવામાં આવ્યું છે. મિશનની સફળતા બાદ દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે. આ ગર્વની પળે બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયામાં શુભેચ્છા પાઠવી છે.
વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોયે ટ્વીટ કરી હતી, અને આપણે ચાલી નીકળ્યાં, શુભેચ્છા ઈસરો ચંદ્રયાન ૨ના લોન્ચંગ માટે, બીજીવાર ઈતિહાસ રચ્યો. અમે મિશનની સફળતા માટે કામના કરીએ છીએ. આખા દેશ માટે આ ગર્વની ક્ષણ છે. જય હિંદ.
અક્ષય કુમાર
અક્ષય કુમારે કહ્યું હતું, સલામ કરું છે, એ ટીમને જેની અગણિત દિવસોની મહેનતથી આ સફળતા મળી છે.
મધુર ભંડારકર
ડિરેક્ટર મધુર ભંડારકરે કહ્યું હતું, ટીમની શાનદાર સફળતા માટે ઈસરોને શુભેચ્છા, દેશને ગર્વ છે.
રવિના ટંડન
રવિના ટંડને કહ્યું હતું, ચંદ્ર સાથે આપણો રોમાન્સ ચાલુ જ છે. ઈસરો તથા ઈસરોની ટીમનો આ ઐતિહાસિક ક્ષણ માટે આભાર. બાહુબલી ભગવાનની ગતિએ ચાલ્યું…
વિદ્યા બાલન
કોઈ પણ મંજિલ દૂર નથી હોતી જ્યારે ઉત્સાહ બુલંદ હોય છે. ઈસરોએ ચંદ્રયાન ૨ની સફળતાથી ફરી એકવાર આ સાબિત કર્યું છે
શાહરુખ ખાન
શાહરુખ ખાને ટ્વીટ કરી હતી, ચાંદ-તારા તોડીને લાવું, આખી દુનિયામાં છવાઈ જાઉં…કલાકોના કલાકો સુધી કામ કર્યું, ઈસરોને ચંદ્રયાન ૨ માટે શુભેચ્છા.
પ્રભાસ
પ્રભાસે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, હેલ્લો… ભારતીયો માટે આજે ગર્વની ક્ષણ છે. બાહુબલી વર્ષોની મહેનત પછી ૩૦૦ ટન સાથે રોકેટ રવાના થયું. ભારત વધુ પાવરફુલ બન્યું.