ચંદ્રાબાબૂ નાયડુની પાર્ટી ટીડીપી માટેની એપ બનાવવા એક આઈટી કંપનીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ૭.૮ કરોડ કરતા વધારે રહેવાસીઓનો આધાર કાર્ડ ડેટા ચોરી લીધો હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.
હૈદ્રાબાદ પોલીસે આધાર કાર્ડનુ મેનેજમેન્ટ કરતી સરકારની સંસ્થા યુઆઈડીએઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર ભવાની પ્રસાદની ફરિયાદના આધારે આઈટી કંપની આઈટી ગ્રિડ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ ડેટાનો ઉપયોગ કંપની ચંદ્રાબાબૂની પાર્ટી માટેની એક ડેવલપ કરવા માટે કરવાની હતી.ડેટાને રિમૂવેબલ હાર્ડ ડિસ્ક સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા.નિષ્ણાતોને એવી પણ શંકા છે કે કંપનીએ આધાર કાર્ડના સેન્ટ્રલ ડેટા હબ અથવા તો સ્ટેટ ડેટા હબમાંથી ગેરકાયદેસર રીતે આ ડેટા મેળવ્યા છે.
પોલીસની સ્પેશ્યલ ટીમે આ મામલાની તપાસ શરુ કરી છે.બીજી તરફ ટીડીપીએ સ્પષ્ટતા કરી છે કે, આધાર કાર્ડ માટેના ડેટા સ્ટોર થાય છે ત્યાં સુધી અમારી પહોંચ નથી.ડેટાનો ઉપયોગ લોકોના વેલફેર માટેની સ્કીમોમાં કરાતો હતો.
યુઆઈડીએઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર ભવાની પ્રસાદનુ કહેવુ છે કે, જપ્ત કરાયેલી હાર્ડ ડિસ્કમાં મોટા પ્રમાણમાં આધાર સાથે સંકળાયેલા આંકડા છે.તેનુ વ્યાપક સ્તર પર એનાલિસીસ કરવાની જરુર છે