Charotar Sandesh
વર્લ્ડ

ચીનમાં ભેદી વાયરસનો હાહાકાર : ત્રણ લોકોના મોત…

અત્યાર સુધી આ વાયરસની ચપેટમાં ૧૪૦ લોકો…

બેઇજિંગ : ચીનમાં એક ભેદી વાયરસના ચેપના લીધે કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. અત્યાર સુધી આ વાયરસની ચપેટમાં ૧૪૦ લોકો આવી ચૂક્યા છે. સૌથી પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો અને હવે તે આખા દેશમાં ફેલાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચીનમાં ૨૫ જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી થવાની છે તેથી આ સ્થિતિ જોતા ત્યાં ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે.
તબીબી જાણકારોના મતે આ કોરોના વાયરસનો જ એક પ્રકાર છે પણ તેની ચોક્કસ માહિતી મેળવવામાં હજુ પ્રયાસો ચાલુ છે. સમસ્યા એ વાતની છે કે આ વાયરસથી સિવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ (જીછઇજી) થઇ રહ્યો છે. આ બીમારી ગંભીર પ્રકારનો ન્યૂમોનિયા કહેવાય જેમાં મોત પણ થઇ શકે છે. કોરોના વાયરસથી સામાન્ય રીતે સામાન્ય કક્ષાની શ્વાસને લગતી તકલીફ થાય જેમ કે શરદી. તે ક્યારેક ન્યૂમોનિયા સુધી પહોંચી શકે. એસએઆરએસ ચીનમાં ૨૦૦૨માં ઉદ્ભવ્યો હતો અને હોંગકોંગ સહિત વિશ્વભરમાં ફેલાઇને હજારો લોકોને ચપેટમાં લીધા હતાં. તેના લીધે ૮૦૦ લોકોનું મૃત્યુ થયું હતું.
ચીનના વુહાન શહેરમાં સૌથી પહેલા આ વાયરસનો કેસ આવ્યો હતો અને લોકલ હેલ્થ કમિશનના કહેવા પ્રમાણે ૧૩૬ નવા કેસ સામે આવ્યા છે. આ ઘટનામાં કોનું મૃત્યુ થયું તેની જાણકારી આપવામાં આવી નથી. બેજિંગમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે ડેક્સીંગ જિલ્લામાંથી બે લોકો વુહાન ગયા હતા જેમને ન્યૂમોનિયાની સારવાર આપવામાં આવી હતી.

Related posts

જો ૭૦% લોકો પણ માસ્ક પહેરવાનું ના ભૂલે તો કોરોનાને ફેલાતો અટકાવી શકાયઃ સ્ટડી

Charotar Sandesh

બ્રેકિંગ : રાજધાની કાબુલ એરપોર્ટમાં બ્લાસ્ટ : મોટી સંખ્યામાં લોકો થયા ઘાયલ

Charotar Sandesh

બોયકોટ ચાઇના વચ્ચે ચીનની સરકારી બેન્ક ICICIમાં ૧૫ હજાર કરોડનું રોકાણ કરશે…

Charotar Sandesh