ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાદિગ્વિજયસિંહને રામ મંદિરની યાદ આવી ગઈ છે. દિગ્વિજયસિંહ ભોપાલના એક રામ મંદિરમાં પૂજા કર્યા બાદ ટ્રસ્ટને મંદિરની જમીન પાછી આપવા માટે આશ્વસાન આપ્યુ હતુ.જાકે ભાજપ દિગ્વિજયસિંહ આ વાયદા બાદ ભડકી હતી.
ભાજપે હતુ કે, હવે જ્યારે ચૂંટણી સામે છે ત્યારે દિગ્વિજયસિંહ ભગવાન રામ યાદ આવે છે અને હનુમાનજી પણ યાદ આવે છે.હકીકત તો એ છે કે, ભોપાલ નજીક તલૈયા વિસ્તારમાં રામ મંદિરની જમીન જિલ્લા કોંગ્રેસે પડાવી લીધી છે.
દરમિયાન ભોપાલના એક કાઉન્સલરે હતુ કે, જમીન અંગે જે વિવાદ હતો તેમાં કોર્ટે જમીન જિલ્લા કોંગ્રેસ કમિટીની હોવાનો ચુકાદો આપ્યો હતો.ભાજપ જા ખરેખર હિન્દુ સમર્થક પાર્ટી હોય તો તેણે દિગ્વિજયસિંહ જમીન મંદિરને અપાવવાની વાતને સમર્થન આપવુ જાઈએ.દિગ્વિજયસિંહ અર્થમાં ધાર્મિક છે.જેમણે ૩૩૦૦ કીમીની લાંબી નર્મદા પરિક્રમા કરી છે.