Charotar Sandesh
ઈન્ડિયા

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની માફી મંજૂર, નહીં ચાલે અનાદરનો કેસ…

ચોકીદાર ચૌર હે નિવેદન પર માનહાનિ કેસમાં સુપ્રિમે ચુકાદો આપ્યો…

મિસ્ટર રાહુલ ગાંધીએ ભવિષ્યમાં સંભાળીને બોલવાની જરૂર છે : સુપ્રિમ કોર્ટ

ન્યુ દિલ્હી : રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન પર માનહાનિ કેસની અરજી પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. તેમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફી સ્વીકારીને તેમને રાહત આપી દીધી છે. જો કે કોર્ટે રાહુલ ગાંધીને આવા નિવેદનબાજીથી બચવાની નસીહત આપી દીધી છે. આપને જણાવી દઇએ કે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન પ્રમાણે સુપ્રીમ કોર્ટ સાથે જોડવા પર માનહાનિનો કેસ કર્યો હતો. રાફેલ કેસમાં મોદી સરકાર પર પ્રહારો કરવા માટે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનું નામ લઇ ટિપ્પણી કરી હતી. તેના પર આખો વિવાદ હતો.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફની બેન્ચે રાહુલ ગાંધીની વિરૂદ્ધ માનહાનિની કાર્યવાહી માટે પેન્ડિંગ આ કેસ પર ૧૦મી મેના રોજ સુનવણી પૂરી કરી હતી. ત્યારે આજે ગુરૂવારના રોજ સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે મિસ્ટર રાહુલ ગાંધીએ ભવિષ્યમાં સંભાળીને બોલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું કે ભવિષ્યમાં કોર્ટ સાથે જોડાયેલા કોઇપણ કેસમાં કોઇ પણ પ્રકારના રાજકીય ભાષણ આપવામાં સાવચેતી રાખો.

Related posts

કોરોના વાઇરસ : મુંબઈએ કેસના મામલામાં ચીનના વુહાનને પાછળ છોડ્યું…

Charotar Sandesh

ભારતનો વિરોધ છતાં કેનેડાએ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું…

Charotar Sandesh

બીજી લહેરમાં જેટલી ઝડપથી કેસો વધ્યા એટલી જ ઝડપથી ઘટશે, નિષ્ણાતોનો દાવો…

Charotar Sandesh