લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનમાં આજે ૯ રાજ્યોની ૭૧ લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે જેમાં મુંબઇની સાત બેઠકોનો પણ સમાવેશ છે. આ દરમિયાન બોલિવુ઼ડની તમામ સેલિબ્રિટીઝ વોટ કરવા માટે બહાર નીકળીની સવાર સવારમાં પોતાની ફરજ અદા કરી હતી.સવાર-સવારમાં દેશીગર્લ પ્રિયંકા ચોપરા મતદાન માટે પહોંચી હતી. બુથથી મત નાંખીને બહાર નીકળતી વખતે આંગળી પર લગાડેલી શાહી બતાવીને પ્રિયંકા ખુશ નજર આવતી હતી. પ્રિયંકા ચોપરાએ અમેરિકન સાથે લગ્ન કર્યા હોવા છતાં પોતાની ભારતીય નાગરિકતના છોડી નથી. તે હાલ પોતાના ભાઇ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે મુંબઇઆવેલી છે.ભાજપના હાલના સાંસદ અને બોલિવુડના દિગ્ગજ કલાકાર પરેશ રાવલ પોતાની પત્ની સ્વરૂપ સંપત સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જમનાબાઇ સ્કુલના પોલિંગ બુથ 250-256માં પોતાની મતદાતા તરીકેની ફરજ બજાવી હતી.