મુંબઈ : રણવીર સિંહની ફિલ્મ ‘૮૩’ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન માર્ચ મહિનાથી શરૂ થશે, તેમ માનવામાં આવે છે. હવે, રણવીર સિંહ આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ ગુજરાતીનો રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક થોડાં સમય પહેલાં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની એક્ટ્રેસ શાલિની પાંડે બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ‘છપાક’ના સ્ક્રીનિંગ બાદ રણવીર સિંહ શૂટિંગ માટે ગુજરાત રવાના થયો હતો.
સૂત્રોના મતે, ગુજરાતમાં ફિલ્મનું સેકન્ડ શિડ્યૂઅલ શરૂ કરવામાં આવશે. ફિલ્મના શૂટિંગની તમામ વાતો સીક્રેટ રાખવામાં આવી છે. ગુજરાતમાં રણવીર સિંહના ઘણાં મોટા પ્રશંસકો છો અને તેથી જ માનવામાં આવે છે લોકેશન પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડશે.
પ્રોડક્શન ટીમ ઈચ્છે છે કે શૂટિંગ સરળતાથી થાય અને તેથી જ ગુજરાતમાં કઈ જગ્યાએ શૂટિંગ છે, તે વાત હજી સુધી બહાર પાડવામાં આવી નથી. ફિલ્મમાં ગુજરાતની વાત છે અને તેથી જ સેકન્ડ શિડ્યૂઅલ ઘણું જ મહત્ત્વનું છે. ટીમ ગુજરાતમાં લૉ-પ્રોફાઈલ રહીને શૂટિંગ કરશે. શાલિની પણ ગુજરાત આવી ગઈ છે.