Charotar Sandesh
ઈન્ડિયા

‘જય શ્રીરામ’ ના નારા લાગતા ભડક્યા મમતા બેનર્જીઃ કહ્યુ, ચામડી ઉખાડી દઇશ…

કોલકાત્તા,
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો એક નવો વીડિયો આવતા ફરીથી વિવાદમાં ફસાયા છે. મમતા બેનર્જીનો આ વીડિયો ઉત્તર ૨૪ પરગના જિલ્લાનો છે. જેમાં કેટલાંક લોકો તેમની આસપાસ ‘જય શ્રીરામ’ના નારા લગાવતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં સૂત્રોચ્ચાર બાદ મમતા બેનર્જી લોકોને ધમકાવતા દેખાઇ રહ્યા છે અને તે લોકોને બહારી અને ભાજપના બદમાશ ગણાવતા દેખાઇ રહ્યા છે.
વાત એમ છે કે ગુરૂવારના રોજ મમતા બેનર્જી પોતાના પાર્ટી કાર્યકર્તાઓની સાથે હિંસક ઝડપની વિરૂદ્ધ એક ધરણામાં ભાગ લેવા માટે નૈહાટી જઇ રહ્યા હતા. ત્યારે કેટલાંક લોકો તેમના કાફલા સામે આવી ગયા અને જયશ્રીરામના નારા લગાવા લાગ્યા. મમતા તેમનાથી નારાજ થઇ ગયા અને તરત ગાડીમાંથી ઉતરીને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો પર બૂમાબૂમ કરવા લાગ્યા.
મમતા બેનર્જીએ બૂમો પાડતા કહ્યું, ‘અહીં આવોપહિંમત છે તો સામે આવોપમને ફેસ કરોપભાજપના ગુંડાઓપઅહીં તમે લોકો અમારા લીધે જ રહો છો. તમારા જેવા લોકોને અહીંથી ભગાડી પણ શકું છુંપતમે લોકો બધા બદમાશ લોકો છોપતમારા લોકોની હિંમત કંઇ રીતે થઇ મારા કાફલા પર હુમલો કરવાની હું તમારા લોકોની ચામડી ઉખાડી દઇશ. બધા લોકોના નામ જોઇએ જે ઉપદ્રવ કરી રહ્યા હતાપએક એક ઘરની તપાસ થવી જોઇએ.’
ત્યારબાદ મમતાનો કાફલો થોડોક દૂર આગળ વધતા ફરી એક વખત જયશ્રીરામના નારા લાગવા લાગ્યા. મમતા ફરીથી ઉતર્યા અને બૂમો પાડવા લાગ્યા. તેમણે કહ્યું, ‘અહીં આવોપહિંમત છે તે સામે આવો બદમાશોપહું મારી ગાડીમાં જઇ રહી હતીપત્યારે આ ભાજપના ગુંડાઓએ મને ગાળો આપવાનું શરૂ કરી દીધું. આ બધા બહારના લોકો છે. તેમાં કોઇપણ બંગાળનો લોકલ વ્યક્તિ નથી.’

Related posts

અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનને પણ કોરોના, તિહાડ જેલમાં જ થઈ રહી છે સારવાર…

Charotar Sandesh

ચૂંટણી આવતા-આવતા મમતા એકલા જ બચશે, સાથ આપનારું કોઈ નહીં હોય : અમિત શાહ

Charotar Sandesh

રસીકરણ ઓછુ છે એટલે સાવધાની રાખવાની જરૂર છે : ડો.રણદીપ ગુલેરીયા

Charotar Sandesh