Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

‘જવાની જાનેમન’ જૂનમાં ફ્લોર પર જશે

છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન અને તબુને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ જવાની જાનેમન જૂનમાં લંડનમાં ફ્લોર પર જશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
આ ફિલ્મનું ડાયરેક્શન નીતિન કક્કડ કરવાના છે જેમણે મિત્રોં, નોટબુક અને ફિÂલ્મસ્તાન જેવી ફિલ્મો કરી છે. જેકી ભગનાનીની પૂજા એન્ટરટેઇનમેન્ટ, સૈફ અલી ખાનની બ્લેક નાઇટ ફિલ્મ્સ અને જય સેવકરામાણીની નોર્ધર્ન લાઇટ્‌સ ફિલ્મ્સ એમ ત્રણ બેનર આ ફિલ્મના સહનિર્માતા છે.
૨૦૧૯નું વર્ષ સૈફ અલી ખાનને સતત બીઝી રાખે એવું નીવડયું છે. જવાની જાનેમન ઉપરાંત સૈફ અજય દેવગણની તાનાજી ફિલ્મ પણ કરી રહ્યો છે. આ ફિલ્મના પાત્રને ન્યાય આપવા એણે તલવારબાજી અને ઘેડેસવારીની પણ આકરી તાલીમ લીધી છે. તાનાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો વફાદાર અને બહાદૂર સેનાપતિ હતો. આ રોલ માટે સૈફે દસ કિલો વજન ઘટાડયું હોવાની માહિતી મિડિયાને આપવામાં આવી હતી.

Related posts

દેશ મૂળ સુવિધાઓની પૂર્તિથી સારા જીવનના સપનાને પૂરુ કરવા તરફ વધી રહ્યો : PM મોદી

Charotar Sandesh

કિસાન પેન્શન યોજના : ૧પ ઓગસ્ટથી ખેડૂતોને મળશે મહિને ૩૦૦૦નું પેન્શન…

Charotar Sandesh

સ્વમિંગ-પુલની ફી મા ઘટાડો નહીં થાય તો અમિત શાહની વિરુદ્ધમાં મતદાનની ચીમકી

Charotar Sandesh