Charotar Sandesh
ઈન્ડિયા

જાહેર સંપત્તિને નુકશાન કરનારાઓએ ભાવિ પેઢીને નુકશાન પહોંચાડ્યું છે : વડાપ્રધાન મોદી

લખનઉમાં વડાપ્રધાને વાજપેયીની ૨૫ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું…

નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસા આચરનારાઓને મોદીએ આડે લઇ કહ્યું અફવાઓમાં આવીને સરકારી સંપત્તિનું નુકસાન ન કરો,ફરજની ભાવના ફક્ત નાગરિક નહીં, સરકાર માટે પણ જરૂરી છે,અમે પડકારોને પડકાર આપવાના સ્વભાવથી નીકળ્યા છીએ…

લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએઆજે બુધવારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ કે જે ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. અટલબિહારી વાજપેયીની કર્મ ભૂમિ રહી છે ત્યાંના લોકભવનમાં વાજપેયીની ૨૫ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભાજપની યોગી સરકારની પ્રશંસા પણ કરી હતી. લખનૌમાં વડા પ્રધાન મોદીએ કલમ- ૩૭૦, રામજન્મભૂમિના નિર્ણય અને નાગરિકતા સુધારો અધિનિયમ પર પણ વાત કરી હતી. નાગરિકતા કાયદાના વિરોધમાં યુપીમાં થયેલી હિંસા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હિંસા આચરનારાઓને આડે હાથે લઇને પ્રહારો કર્યા હતા અને અફવાઓથી દૂર રહીને નાગરિકોએ તેમની જવાબદારી તેમજ અધિકાર પૂરા કરવા જોઈએ અને સંપત્તિને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ, એવી શિખામણ પણ આપી હતી.
વડા પ્રધાને કહ્યું કે અટલ સિદ્ધિની ભૂમિથી હું યુપીના દરેક યુવાન નાગરિકને વિનંતી કરવા આવ્યો છું. આઝાદી બાદથી, આપણે અધિકારો પર સૌથી વધુ ભાર મૂક્યો છે. પરંતુ હવે સમયની આવશ્યકતા ફરજો ઉપર પણ ભાર મૂકવાની છે. યુપીમાં, જે રીતે કેટલાક લોકોએ સીએએના વિરોધના નામે હિંસા કરી, તેઓએ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. એકવાર તેઓએ પોતાને પૂછ્યું હતું કે શું તેમનો રસ્તો સાચો છે…? હિંસા આચરનારાઓએ જે બાળ્યું હતું તે તેમના બાળકો માટે કામમાં નહીં આવે.
તમારે હિંસામાં મરી ગયેલા લોકોના પરિવાર વિશે વિચારવું જોઈએ, જે ઘાયલ થયા છે તેમનો વિચાર કરવો જોઇતો હતો.. હું વિનંતી કરીશ કે નાગરિકોને માર્ગ-પરિવહન પ્રણાલીનો અધિકાર છે, તો તેને સુરક્ષિત રાખવી એ પણ તમારી જવાબદારી છે. અધિકાર અને જવાબદારીઓ સાથે રાખવી મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ કહ્યું કે સરકાર માટે જવાબદારીની ભાવના જરૂરી છે, માત્ર પાંચ વર્ષ સુધી જ નહીં પણ નાગરિકોના હિતમાં આગામી પેઢી માટે પણ કામ કરવાનું અમારી જવાબદારી છે. યુપી સરકાર પોતાની જવાબદારી પૂરી કરવા પ્રયાસ કરી રહી છે. તેનો અર્થ છે સુશાસન, જે અટલજીને સાચી શ્રદ્ધાંજલિ આપશે.
વડા પ્રધાને કહ્યું કે આર્ટિકલ ૩૭૦ એ એક લાંબી બિમારી છે અને અમને તેનો વારસો મળ્યો છે, પરંતુ અમે તેનો નિરાકરણ લાવી દીધો છે. દરેકની માન્યતા આના પર ચકચૂર થઈ ગઈ હતી. રામજન્મભૂમિનો જૂનો મામલો શાંતિપૂર્ણ રીતે થયો,જે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો હતો.
વડા પ્રધાને અહીં સીએએ પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે આપણી સરકારે આઝાદી પછી અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ-પાકિસ્તાનથી આવેલા લાખો ગરીબ, દલિતોને નાગરિકત્વ આપ્યું છે. દરેક ભારતીય બાકીના હજુ પણ નિરાકરણ માટે પ્રયાસ કરી રહ્યો છે. દરેક ગરીબને ઘર, દરેક ઘરને પાણી આપવું, અમે પડકારોને પડકારો આપવાના સ્વભાવમાંથી બહાર આવ્યા છીએ.

Related posts

તમામ દેશોએ આતંકવાદ ખતમ કરવા વિશે ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે : નરેન્દ્ર મોદી

Charotar Sandesh

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની માફી મંજૂર, નહીં ચાલે અનાદરનો કેસ…

Charotar Sandesh

મહાકુંભમાં કોરોના મહામારી, ૩૦ સાધુ સંક્રમિત, એકનું મોત…

Charotar Sandesh