જીએસટી ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ હોવો જોઇતો હતો પણ…
પૂણે : સામાન્ય રીતે શાંત અને ચહેરા પર સ્મિતની સાથે વાત કરતાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ખરાબીઓ સાંભળીને રોષે ભરાયા હતા. આ દરમિયાન તેઓએ જીએસટીમાં ખામીઓનો સ્વીકાર કરતાં કહ્યું કે, આ દેશનો કાનૂન છે અને તેને ગાળો આપી શકાતી નથી.
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ પુણેમાં કારોબારીઓ અને ઉદ્યમિયો સાથે મુલાકાત કરી હતી અને સવાલોનાં જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન એક કારોબારી જીએસટી પર ખરી ખોટી સંભળાવા લાગ્યો હતો. કારોબારીએ કહ્યું કે, જીએસટીને ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ હોવો જોઈતો હતો, પણ તેમાં કમીઓને કારણે તમામ લોકો સરકારને દોષ દઈ રહ્યા છે. પહેલાં તો વિત્ત મંત્રી ધ્યાનથી સાંભળતા રહ્યા, પણ સતત ટીકાઓ બાદ તેમની ધીરજ ખૂટી ગઈ.
વિત્ત મંત્રીએ કહ્યું કે, આપણે જીએસટીને ગાળો ન આપી શકીએ. તે સંસદ અને દેશની તમા વિધાનસભાઓમાં પાસ થયું છે. તેમાં ખામી હોઈ શકે છે. થઈ શકે છે કે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હોય, પણ મને માફ કરી દેજો, તે હવે દેશનો એક કાનૂન છે.
નિર્મલાએ કહ્યું કે, લાંબા સમય બાદ આ દેશમાં તમામ પાર્ટીઓ અને સરકારોએ મળીને કામ કર્યું છે, અને જીએસટી લઈને આવ્યા છે. થઈ શકે છે કે તમને કોઈ એવો અનુભવ રહ્યો હોય જેના પર આપ એમ કહો છો, પણ અચાનક આપણે એવું ન કહી શકીએ કે આ કેટલું ખરાબ સ્ટ્રક્ચર છે. હાલ ફક્ત બે વર્ષ થયા છે. હું ઈચ્છું છું કે, તમે પહેલા દિવસથી સમગ્ર રીતે સંતુષ્ટ થતા, પણ હું માફી માગું છું કે તે તમને સંતુષ્ટ ન કરી શક્યો. આપણે બધા તેમાં પાર્ટી છીએ, આવો તેની જવાબદારી લઈએ. અને તેને સારું બનાવવા માટે યોગદાન આપીએ. આ સાથે વિત્ત મંત્રીએ કારોબારીઓને દિલ્હી આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.