- આણંદ ડોક્ટર એસોસિએશન સામે જાહેર જનતાનો આક્રોશ…!!
- આ બાબતે એસોસિએશન વિરોધ નોંધાવશે કે પછી કે પછી “જેશે થે” ની જ પરિસ્થિતિ રહેશે…!
- જો પોલીસ કર્મચારીની આવી હાલત
થતી હોય તો સામાન્ય માનવીનું શું
હાલત થતી હશે ? ‘‘નામ બડે દર્શન
ખોટે ’’ની લાગણી…!
આણંદ,
આણંદના લાંભવેલ માર્ગ પર આવેલ ઝાયડસ હોસ્પીટલમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું ગતરોજના હાર્ટનું ઓપરેશન કરાયા બાદ આજે મોત થવા પામતા મૃતકના પરીવારજનોએ મૃતદેહની માંગ કરતા બાકી રકમનો કોરો ચેક મેળવ્યા બાદ પણ મૃતદેહ પરીવારજનોનો સોંપવામાં આવતા પરીવારજનોમાં રોષની લાગણી પ્રવર્તવા પામી હતી. જેના પગલે નામ બડે દર્શન ખોટે ની લાગણી ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.
આણંદ પોલીસ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કનુભાઈ ભોઈની ગત રોજના તબીયત લથડતા તેઓને શહેરની અશ્વન હોસ્પીટલમાં લઈ જતા ત્યાં તબીબોએ ઝાયડસ હોસ્પીટલમાં લઈ જવાનું જણાવતા લાંભવેલ માર્ગ પર આવેલ ઝાયડસ હોસ્પીટલ ખાતે લઈ જતા ફરજ પરના
તબીબોએ હાર્ટનીં તકલીફ હોય હાર્ટનું ઓપરેશન કરવું
પડશે અને રૂપિયા ૧.૮૦ લાખનો ખર્ચ થશેનું જણાવ્યા બાદ કનુભાઈનું હાર્ટનું ઓપરેશન કરી સ્ટેન્ડ મુકવામાં આવ્યા બાદ આજે સવારે તબીબે કનુભાઈનું મોત થયાનું તેમના પરીવારજનોને જણાવતા આ બાબતની જાણ કનુભાઈના ખાતાના સહયોગીઓને કરી દવાખાને બોલાવવામાં આવ્યા બાદ થયેલ ખર્ચ મુદ્દે કનુભાઈના પરીવારજનોએ બિલ માંગતા બીલ આપવા મુદ્દે અખાડા કરી રૂપિયા સાઈઠ હજાર રોકડા તથા કોરો ચેક આપવામાં આવ્યા બાદ મૃતદેહને સોંપવામાં આવતા પરીવારજનોમાં રોષની લાગણી માંગણી ઉઠવા પામી હતી.
આ મુદ્દે મૃતક કનુભાઈના પુત્ર મયંકભાઈએ પોતાના
પિતાજીના મૃત્યુ બાદ મૃતદેહ આપવા મુદ્ે હોસ્પીટલે માનવતા નેવે મુકી પોતાને હેરાન કર્યાની મનોવ્યથા ઠાલવી હતી.
ત્યારે થોડા સમય પુર્વ પીમ બંગાળમાં તબીબોને માર
મારવાની ઘટનાના પગલે સમગ્ર રાષ્ટ્રના તબીબોએ હલ્લા
બોલ કરી હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કર્યા હતા. ત્યારે
આ પ્રકારના બનાવો બનવા મુદ્દે તબીબોની માનવતા કયાં
? જેવા સુચક સવાલો ચર્ચાની એરણે ચઢવા પામ્યાનું
જાણવા મળેલ છે.