હાલ બોલિવુડની ઘણી મોટી ફિલ્મોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જેમાંથી એક છે, ટાયગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયાની આવનારી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’. હાલ આ ફિલ્મોના ત્રણેય સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અનન્યા પાંડે અને ટાયગર શ્રોફનો એક લિપ લોક સીન છે. જેને લઈને ઘણા દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે. આ સીનને લઈને અનન્યા પાંડેએ મીડિયા સામે ખુલીને વાત કરી છે. અનન્યાને ટાયગરની સાથે કિસિંગ સીનના એક્સપીરિયન્સને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. આ અંગે અનન્યાએ એવો જવાબ આપ્યો કે તે સાંભળીને ટાયગર પણ હેરાન રહી ગયો.
ટાયગર હાલમાં જ અનન્યા પાંડે અને તારા સુતારિયાની સાથે એક રેડિયો શો પર પહોંચ્યો હતો. રેડિયો ઈન્ટરવ્યૂ દરમિયાન અનન્યા પાંડેને પૂછવામાં આવ્યું હતું કે, ફિલ્મમાં તેણે ટાયગર શ્રોફની સાથે કિસિંગ સીન આપ્યો છે. ફિલ્મનો આ એક્સપીરિયન્સ તેના માટે કેવો રહ્યો. આ પ્રશ્નના જવાબમાં અનન્યાએ કહ્યું હતું કે, તે મારી અત્યારસુધીની પહેલી કિસ હતી. આ અગાઉ મે કોઈને પણ કિસ નથી કરી, આથી હું તેની તુલના ન કરી શકું. માત્ર એટલું કહી શકું કે તે મારો અત્યારસુધીની પહેલી બેસ્ટ કિસ હતી.
અનન્યાની વાત સાંભળીને ટાયગર ચોંકી ગયો. ટાયગરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે કઈ બાબતમાં પોતાને બેસ્ટ માને છે. આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, હું શામાં (કિસ મે) બેસ્ટ છું? મને નથી ખબર કે હું કિસમાં બેસ્ટ છું. આ સાંભળીને તારાએ કહ્યું, ટાયગરે તેના પ્રશ્નમાં જ જવાબ આપી દીધો કે તે કિસમાં બેસ્ટ છે. અનન્યાએ પણ કહ્યું હતું કે, ટાયગર બેસ્ટ કિસર છે.