Charotar Sandesh
બોલિવૂડ

ટીઆરપી લિસ્ટમાંથી કપિલનો શો ટોપ ૧૦માંથી બહાર…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ વખતે ચોથા નંબર પર આવી ગયો છે. થોડાં સમય પહેલાં આ શો ટોપ ૧૦માં પણ નહોતો…

મુંબઈ,
બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્સ કાઉન્સલ ઈન્ડયા)એ ૨૭માં અઠવાડિયાનું ટીઆરપી રેટિંગ જાહેર કર્યું છે. આ વખતે નવો શો ‘સુપરસ્ટાર સિંગર સિંગિંગ કા કલ’એ ટોપ ૫માં જગ્યા બનાવી છે તો બીજી બાજું ‘ધ કપિલ શર્મા શો’ ટીઆરપીની ટોપ ૧૦ની યાદીમાંથી બહાર છે.

‘યે રિશ્તા ક્્યા કહેલાતા હૈં’ સ્ટોરીલાઈનને કારણે દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યો છે. પાંચ વર્ષના લીપ બાદ આ શો ચાહકોને પસંદ આવી રહ્યો છે. શિવાંગી જાષી તથા મોહસિન ખાનનો આ શો ટીઆરપીના લિસ્ટમાં પહેલા નંબરે છે.
ગઈ વખતે ચોથા નંબર પર રહ્યાં બાદ આ વખતે ‘કુંડલી ભાગ્ય’ બીજા નંબરે આવી ગયું છે. શ્રુતિ ઝા તથા શબ્બીર આહલુવાલિયાનો ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’ ત્રીજા નંબરે છે. ગઈ વખતે આ શો નંબર બેના સ્થાને હતો.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ વખતે ચોથા નંબર પર આવી ગયો છે. થોડાં સમય પહેલાં આ શો ટોપ ૧૦માં પણ નહોતો. દયાબેન એટલે કે દિશા વાકાણી ના હોવા છતાંય આ શો ચાહકોમાં એટલો જ લોકપ્રિય છે. પાંચમા સ્થાને નવો ટીવી શો ‘સુપરસ્ટાર સિંગર સિંગિંગ કા કલ’ છે.

Related posts

સુશાંતના પિતાએ કહ્યું- ઉદાસીને કારણે દીકરાએ આત્મહત્યા કરી હશે

Charotar Sandesh

કપિલ શર્માના શૉમાં વાપસીની વાત ખોટી છે : સુનીલ ગ્રોવર

Charotar Sandesh

’પાણીપત’નું રૂંવાટા ઉભું કરતુ પ્રથમ ગીત મર્દ મરાઠા રિલીઝ…

Charotar Sandesh