કોલકાત્તા : દુર્ગાપૂજા માટે દેશભરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં યૂટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડાન્સ વીડિયો વિશે ખાસ વાત છે. ઍક્ટ્રેસથી સાંસદ બનેલી નુસરત જહાં રુહી અને મિમિ ચક્રાવતી બંને પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે.
નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી બંને સાંસદ બન્યા ત્યારથી સંસદથી લઇને રોડ સુધીની ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. નુસરત બસીરહાટથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ છે, જ્યારે મિમિ જાદવપુર બેઠક પસંદ કરીને સંસદ પહોંચી છે. આ વીડિયો સૉન્ગ લોખંડ કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
રસપ્રદ વાત એ છે કે ૧૬ સપ્ટેમ્બરના રોજ યૂટ્યુબ પર અપલોડ થયેલા આ ડાન્સ વીડિયોને અત્યાર સુધીમાં ૯.૬ લાખ વ્યૂ મળી ચૂક્યા છે, જ્યારે ફેસબૂક પર તેને ૧.૫ મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી બંને બંગાળી લોકપ્રિય અભિનેત્રીઓ છે.
આ દુર્ગાપૂજા વીડિયો સૉન્ગમાં મિમિ અને નુસરત ઉપરાંત બીજી અભિનેત્રી સુભાશ્રી ગાંગુલી જોવા મળી રહી છે. આ સૉન્ગના શબ્દો ’આશ માં દુર્ગા સે’ છે,
જે ટીએમટી સરિયા કંપનીના ઉત્સવ અભિયાનનો એક ભાગ છે. ટેલિવૂડના પ્રખ્યાત સંગીતકાર ઇન્દ્રદીપ દાસ ગુપ્તાએ આ સૉન્ગને શણગારેલું છે.