Charotar Sandesh
વર્લ્ડ

ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો : મધ્યસ્થીની તૈયારી બતાવી…

જી-૭ શિખર સંમેલનમાં મોદી સાથે કાશ્મીરી અંગે ચર્ચા કરીશ : ટ્રમ્પ

કાશ્મિર એક ગૂંચવાળાની સ્થિતિ, અહીં હિન્દુ-મુસ્લિમો વચ્ચે પરસ્પર સારા સંબંધ નથી : ટ્રમ્પ

વૉશિંગ્ટન,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે પોતે આ સપ્તાહાંતે ફ્રાન્સમાં નિર્ધારિત G૭ શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને કશ્મીરમાંની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એમની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું વડા પ્રધાન મોદીને મળવાનો છું. ફ્રાન્સમાં સપ્તાહાંતે અમે મળવાના છીએ. મને લાગે છે કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને ઉકેલવામાં મદદ કરીશું.
ઉલ્લેખનીય છે કે, હજી સોમવારે જ ટ્રમ્પે મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને અલગ અલગ રીતે ફોન કર્યો હતો અને એમની સાથે કશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી.
ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી સમસ્યાઓ છે અને એ ઉકેલવા માટે હું મધ્યસ્થી કરવાના કે બીજું કંઈ પણ કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. મારે બંને જણ (મોદી અને ઈમરાન) સાથે સારા સંબંધો છે, પણ એ બંને (ભારત અને પાકિસ્તાન) હાલ સારા મિત્રો નથી.
ટ્રમ્પે કહ્યું કે, સાચું કહું તો ઘણી જ વિસ્ફોટક પરિસ્થિતિ છે. મેં ગઈ કાલે વડા પ્રધાન ખાન અને વડા પ્રધાન મોદી, બંને સાથે ફોન પર વાત કરી હતી. એ બંને જણ મારા મિત્રો છે. એ બંને બહુ સારા માનવી છે અને બંનેને પોતપોતાના દેશ માટે પ્રેમ છે. બહુ જટિલ પરિસ્થિતિ છે. ઘણું બધું ધર્મથી જોડાયેલું છે. ધર્મ બહુ જટિલ વિષય છે. હિન્દુઓ છે, મુસ્લિમો પણ છે. પણ એમને સારું બને છે એવું હું નહીં કહું.

  • Nilesh Patel

Related posts

H1-B સહિતના વર્ક વીઝા પર પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી લંબાવ્યો…

Charotar Sandesh

ભારત સહિત ૪ દેશોના વિરોધથી યુએનએ પોતાના ડ્રાફ્ટમાં સુધારો કરવો પડ્યો…

Charotar Sandesh

પીએમ મોદી હ્યુસ્ટનમાં : એનર્જી કંપનીઓ સાથે ૫૦ લાખ ટન LNG કરાર…

Charotar Sandesh