અમેરિકાએ ઇરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધ લોખંડ, સ્ટીલ, એલ્યુમીનિયમ અને તાંબાની નિકાસ પર લગાવવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસ અનુસાર, ઇરાનની કુલ નિકાસનો ૧૦ ટકા રેવન્યુ આ જ ધાતુઓના નિકાસથી મળે છે. અમેરિકાના નવા પ્રતિબંધોથી બંને દેશોની વચ્ચે તણાવ વધી શકે છે. ટ્રમ્પે , મેં ઇરાનના લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા સેક્ટર પર પ્રતિબંધ લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ઇરાનની નિકાસ રેવન્યુનો સૌથી મોટો નોન-પેટ્રોલિયમ સ્ત્રોત આ જ છે. પ્રતિબંધનો હેતુ ઇરાનને ધાતુઓના નિકાસથી થતા રેવન્યુમાં ઘટાડો કરવાનો છે. અમે બીજાં દેશોને પણ આ જ કહેવા માંગીએ છીએ કે, ઇરાનથી આવતા સ્ટીલ અને અન્ય ધાતુઓને પોતાના પોર્ટ પર ઉતરવા ના દો.
ટ્રમ્પે ઇરાનના અધિકારીઓને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સાથે જ આદેશમાં એવું પણ કે, ઇરાન ધાતુઓના નિકાસથી મળતી રકમને મોટાંપાયે હથિયારોની ખરીદી, આતંકી જૂથો અને તેમના નેટવર્કને મદદ આપવા અને સૈન્ય વિસ્તારમાં ઉપયોગ કરી શકે છે. ટ્રમ્પ અનુસાર, અમેરિકા એ વાત માટે પ્રતિબદ્ધ છે કે, ઇરાન કોઇ પણ પ્રકારે પરમાણુ હથિયાર અને ઇન્ટરકોન્ટનેન્ટલ બેલાસ્ટક મિસાઇલ કાર્યક્રમને આગળ ના વધારી શકે.
ઇરાને બુધવારે ૨૦૧૫ની એટમી ડીલની અમુક શરતોને માનવાનો ઇન્કાર કરી દીધો. ત્યારબાદથી જ અમેરિકાએ તેના પર નવા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી. ઇરાન, રશિયા, ચીન, ફ્રાન્સ, યુકે અને જર્મની સમજૂતીમાં સામેલ છે. ૨૦૧૮માં અમેરિકાએ પોતાને આ સમજૂતીમાંથી અલગ કરી લીધું હતું.