ગાંધીનગર : ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક વખત ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. પીએમ મોદી તેના પસંદગીનું સ્થળ એટલે કે કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ ખાતે લાઇટિંગ શો જોશે. રાત્રી દરમિયાન એ નજારો જોવાની ઈચ્છા પીએમ એ વ્યક્ત કરી છે જેને લઈને મોદી રાત્રી રોકાણ કેવડિયા ખાતે કરવાના હોવાની પ્રાથમિક માહિતી સૂત્રો જણાવી રહ્યા છે. અને રાત્રી રોકાણ પણ કેવડિયામાં જ કરશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.
જ્યાં પણ કેટલાક નવા પર્યટક સ્થળ વિકસાવવામાં આવ્યા છે તેને પીએમ મોદી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકશે. કેવડિયા કોલોની જાય તે પહેલાં તેઓ અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. સિવિલ કેમ્પસ ખાતે જ યુએન મહેતાનું નવ નિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ મોદીના હસ્તે કરાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ નવા બિલ્ડીંગની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે. અને તે લગભગ ૧૫ દિવસમાં પૂર્ણ થઈ જશે.