Charotar Sandesh
ગુજરાત

ડુંગળી, કઠોળ અને તેલ બાદ હવે ખાંડના ભાવ પણ ભડકે બળશે..?

ગાંધીનગર : ગુજરાતમાં લંબાયેલા ચોમાસાને પગલે શેરડીને પિલાણમાં મોડું થતાં ખાંડના ઉત્પાદન પર તેની અસર પડી છે. વધુ પ્રમાણમાં વરસાદને કારણે શેરડીના પાકને અસર થતાં રાજ્યમાં ૨૦૧૯-૨૦માં ખાંડનું ઉત્પાદન ૧૫થી૨૦ ટકા જેટલું ઓછું થાય તેવો અંદાજ છે. ગુજરાતની ૧૫ ખાંડ બનાવતી મિલો ૧૫ ડિસેમ્બર સુધીમાં માત્ર ૧.૫૨ લાખટન ખાંડ બનાવી શકી હતી. પાછલા વર્ષે આ સમય દરમિયાન તે આંકડો ૩.૧૦ લાખ ટન હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શેરડીના પિલાણમાં મોડું થવા પાછળનું મુખ્ય કારણ ચોમાસા બાદ પણ થયેલો વરસાદ જવાબદાર છે જેની અસર તેના ઉત્પાદન પર થઈ છે. સામાન્ય રીતે શેરડીનું પિલાણ ઓક્ટોબરમાં શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું લંબાતા તે કામ નવેમ્બરમાં શરૂ થયું. વરસાદના કારણે શેરડીના પિલાણ ઉપરાંત પાકમાં પણ ઘટાડો થયો છે. આ વર્ષે શેરડીનું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ખાંડનું ૧૦.૯૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. જે ૨૦૧૯-૨૦માં ૧૫-૨૦ ટકા જેટલું ઘટીને ૯-૯.૫ લાખ ટન રહેવાનો અંદાજ છે. પાછલા વર્ષે ગુજરાતની મિલોએ ૧૦૦ લાખ ટન શેરડીનું પિલાણ કર્યું હતું.

Related posts

અમિત ચાવડાએ લખ્યો અંબાણીને પત્ર : મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઓક્સિજન આપો…

Charotar Sandesh

અમદાવાદના ૧૨ પીઆઈની અન્ય જિલ્લામાં ટ્રાન્સફર…

Charotar Sandesh

રાજ્યમાં દરેક બેરોજગારને રોજગારની ગેરંટી, ૧૦ લાખ સરકારી નોકરી અપાશે : અરવિંદ કેજરીવાલની જાહેરાત

Charotar Sandesh