Charotar Sandesh
સ્પોર્ટ્સ

ડેવિસ કપ : ભારતે પાકિસ્તાનને ૪-૦થી પછાડ્યું , પેસનો અનોખો રેકોર્ડ…

નૂર સુલતાન : ભારત અને પાકિસ્તાન વચ્ચે કઝાકસ્તાનના નૂર સુલતાનમાં રમાઈ રહેલા ડેવિસ કપમાં ભારતે બીજા દિવસે ડબલ્સ મેચમાં પાકિસ્તાનને કચડતાં ભારતીય ટીમે ૪-૦ની પછાડ્યું છે. શુક્રવારે રામકુમાર રામાનાથન અને સુમિત નાગલે સિંગલ્સમાં વિજય મેળવ્યો હતો જ્યારે શનિવારે રમાયેલી ડબલ્સ મેચમાં ભારતના લેજેન્ડરી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને જીવન નેદુન્ચેઝહિયાનની જોડીએ જીત મેળવતા ભારતનો ડેવિસ કપમાં વિજય થયો છે. ભારતીય જોડીએ ૫૩ મિનિટમાં મોહમ્મદ શોએબ-હુફૈઝા રહમાનની જોડીને ૬-૧, ૬-૩ની મ્હાત આપી હતી. ગત વર્ષે જ ડેવિસ કપમાં ૪૩ ડબલ્સ મેચ જીતીને લિએન્ડર પેસ સૌથી સફળ ડબલ્સ પ્લેયર બન્યો હતો. પેસે ડેવિસ કપમાં ૪૪મી ડબલ્સ મેચ જીતીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે જ ભારતે ૨૦૨૦માં રમાનાર ક્વોલિફાયરમાં સ્થાન બનાવી લીધું છે અને ક્રોએશિયા સામે ટકરાશે.
ભારતે ડેવિસ કપમાં પ્રથમ દિવસે જ સિંગલ્સના બન્ને મુકાબલા જીતીને ૨-૦ની સરસાઈ મેળવી લીધી હતી. સુમિતે પાકિસ્તાનના ઉભરતા ટેનિસ ખેલાડી હુફૈઝા રહમાનને પરાસ્ત કર્યો હતો જ્યારે રામકુમારે મોહમ્મદ શોએબને ૪૨ મિનિટ રમાયેલી મેચમાં પછડાટ આપી હતી.
ભારતના દિગ્ગજ ટેનિસ સ્ટાર લિએનડર પેસે નૂર સુલતાનમાં પાકિસ્તાનની જોડી સામે મેચમાં વિજય મેળવતા ડેવિસ કપમાં કુલ ૪૪મો વિજય હાંસલ કર્યો છે. આ એક અનોખો વિક્રમ છે જેને તોડવો લગભગ અસંભવ છે. વર્તમાન ખેલાડીઓ પૈકી કોઈપણ પેસની આસપાસ અર્થાત ટોપ-૧૦માં પણ નથી.

Related posts

ઇંગ્લેન્ડ ટીમનો ધબડકો : ૧૧૨ રનમાં ઓલઆઉટ, અક્ષર પટેલે ૬ વિકેટ ઝડપી…

Charotar Sandesh

કોચનાં પદ માટે કેપ્ટન કોહલીને પસંદગી કરવાનો સંપૂર્ણ હક : ગાંગુલી

Charotar Sandesh

વિજય હજારે ટૂર્નામેન્ટમાં તમિલનાડુની આગેવાની દિનેશ કાર્તિક કરશે…

Charotar Sandesh