Charotar Sandesh
બોલિવૂડ

‘તાનાજી’ ફિલ્મનું પ્રથમ ગીત ‘શંકરા રે શંકરા’ રિલીઝ…

મુંબઈ : થોડાક દિવસ પહેલાં અજય દેવગન અભિનીત અને બહુચર્ચિત ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિઅર’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.
‘શંકરા રે શંકરા’ શબ્દો સાથેનું આ ગીત મેહુલ વ્યાસ નામના ગાયકે ગાયું છે. ગીતનું નૃત્ય દિગ્દર્શન કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કર્યું છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેળકરની પણ મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન ખલનાયકના રોલમાં છે.
છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં શરદ કેળકર અને તાનાજી માલુસરેની ભૂમિકામાં અજય દેવગન છે. તાનાજીની પત્ની સાવિત્રીબાઈની ભૂમિકા કાજોલે કરી છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મ ૩-ડી આવૃત્તિમાં પણ રજૂ કરવામાં આવશે.

Related posts

કપિલને પ્રિયંકાની ઑફર, ૨ કરોડનો ચેક કે ૬ હૉટ છોકરી સાથે માલદીવનું પેકેજ…

Charotar Sandesh

શાહીદ કપૂર અભિનીત ‘કબીર સિંહ’નું ટ્રેલર રિલીઝ

Charotar Sandesh

સિદ્ધાર્થ-પરિણીતીની ’જબરિયા જોડી’ ૨ ઓગસ્ટે રિલીઝ થશે

Charotar Sandesh