Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

તૂટી ગયા પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થના એંગેજમેન્ટ, મા મધુએ કર્યું કન્ફર્મ

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની એંગેજમેન્ટ તૂટી ગયા છે. આ વાત તેની માતા મધુ ચોપરાએ કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું હતું કે, સિદ્ધાર્થ અને ઈશિતાએ એકબીજાની સહમતિથી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે લગ્ન કેન્સલ થવા પાછળના કારણ અંગે ખુલાસો કર્યો નહોતો.

જણાવી દઈએ કે, સિદ્ધાર્થ ચોપરાના લગ્ન એપ્રિલમાં થવાના હતા, પરંતુ અચાનકથી તેમના લગ્ન લંબાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, લગ્નની તારીખ લંબાવવા પાછળ સિદ્ધાર્થની વાગ્દત્તા ઈશિતાની અચાનક થનારી સર્જરી છે. તેવામાં એવી પણ ચર્ચાઓ થવા લાગી કે કદાચ કપલની વચ્ચે બધુ બરાબર નથી.

ઈશિતાએ પોતાની સર્જરીના ફોટા સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા. જોકે, ગુરુવારે ઈશિતાએ એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તે બાર રેસ્ટ્રોમાં બેઠી હતી. ફોટાના કેપ્શનમાં લખ્યું હતું- Cheers to new beginnings. With a goodbye kiss to beautiful endings.

ઈશિતાની આ પોસ્ટ પર તેની મમ્મી અને પપ્પાએ પણ કમેન્ટ કરી છે અને લખ્યું છે કે, અમે તારી સાથે છીએ. જુની બુક બંધ કરીને નવી સ્ટોરી લખો.

જણાવી દઈએ કે, ઈશિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તેના અને સિદ્ધાર્થના એંગેજમેન્ટના ફોટા પણ હટાવી દીધા છે. આ ઉપરાંત, સિદ્ધાર્થની સાથેના તેના ફોટા પણ હટાવી દીધા છે.

Related posts

૨૦૨૫ સુધી ૫૦૦૦ અબજ ડોલરની ઇકોનોમીના લક્ષ્યને પાર કરીશુ : પિયૂષ ગોયલનો દાવો…

Charotar Sandesh

મોદી સરકારે બદલી રેશનકાર્ડનું ફોર્મેટ, જલ્દી જ જાહેર થશે નવા રેશન કાર્ડ…

Charotar Sandesh

અંકિતા લોખંડે અને વિક્કી જૈનનું વેડિંગ કાર્ડ સોશ્યલ મીડિયામાં વાયરલ

Charotar Sandesh