૧૫ ઓગસ્ટે રિલીઝ થયેલી અક્ષય કુમારની ‘મિશન મંગલ’ તથા જ્હોન અબ્રાહમની ‘બાટલા હાઉસ’ ચાહકોને પસંદ આવી રહી છે. અક્ષય કુમારની ‘મિશન મંગલ’એ ત્રીજા દિવસે બમ્પર કમાણી કરી છે અને ફિલ્મે ત્રણ દિવસની અંદર જ ૭૦ કરોડથી વધુ કમાણી કરી લીધી છે. જ્યારે જ્હોન અબ્રાહમની ફિલ્મે ત્રણ દિવસમાં ૩૫ કરોડ કમાયા છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ત્રીજા દિવસના કલેક્શન અંગે ટ્વીટ કરીને કહ્યું, ‘મિશન મંગલ’ના કલેક્શનમાં ત્રીજા દિવસે સારો એવો ગ્રોથ જોવા મળ્યો. ફિલ્મે મેટ્રો સિટીના મલ્ટીપ્લેક્સ તથા ટાયર ૨ શહેરોમાં શાનદાર કમાણી કરી છે. માસ સર્કિટમાં ગ્રોથ જોવા મળ્યો. રવિવારે આ આંકડો મોટો બની શકે છે. ગુરૂવારે ૨૯.૧૬, શુક્રવારે ૧૭.૨૮ તથા શનિવારે ૨૩.૫૮ કરોડની કમાણી. કુલ કમાણી ૭૦.૦૨ કરોડ થઈ.
જ્હોનની ‘બાટલા હાઉસ’એ પહેલાં દિવસે ૧૫.૫૫ કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે ૮.૮૪ કરોડની અને ત્રીજા દિવસે ફિલ્મે ૧૦.૯૦ કરોડની કમાણી કરી હતી. આમ ત્રણ દિવસમાં આ ફિલ્મે ૩૫.૨૯ કરોડની કમાણી કરી છે.