અગાઉની બંને દબંગ કરતાં વધુ ઓપનિંગ કલેક્શન…
મુંબઇ : સલમાન ખાન સ્ટારર ‘દબંગ ૩’ ફિલ્મ ૨૦ ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ છે. ફિલ્મે પહેલા દિવસે ૨૪.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા શેર કરતું ટ્વીટ કર્યું છે. સલમાનની સ્ટારડમને કારણે ફિલ્મ પહેલા દિવસે આટલી કમાણી કરી શકી છે એવું ટ્રેડ એનાલિસ્ટનું કહેવું છે. તેમના કહેવા અનુસાર સીએએ- એનઆરસીના વિરોધની ફિલ્મની કમાણી પર અસર થઇ છે.
‘દબંગ’ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ ‘દબંગ’ ૨૦૧૦માં આવી હતી જેની પહેલા દિવસની કમાણી ૧૪.૫૦ કરોડ રૂપિયા હતી. ત્યારબાદ ૨૦૧૨માં આવેલ ‘દબંગ ૨’ ફિલ્મનું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન ૨૧.૧૦ કરોડ રૂપિયા હતું. તે બંનેની સરખામણીમાં ‘દબંગ ૩’નું પહેલા દિવસનું કલેક્શન ૨૪.૫૦ કરોડ રૂપિયા છે. પરંતુ આ કલેક્શન સલમાનની અગાઉની ફિલ્મ ‘ભારત’ના કલેક્શન કરતાં ઘણું ઓછું છે. ‘ભારત’ ફિલ્મે પહેલા દિવસે ૪૨.૩૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
‘દબંગ ૩’ ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે જ્યારે પહેલી ફિલ્મ અભિનવ કશ્યપે અને બીજી અરબાઝ ખાને ડિરેક્ટ કરી હતી. ‘દબંગ ૩’ની સ્ટારકાસ્ટમાં સલમાનની સાથે સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર, અરબાઝ ખાન, કિચા સુદીપ અને પ્રમોદ ખન્ના સામલે છે. આ ફિલ્મથી સઈ માંજરેકરે તેનું બોલિવૂડ ડેબ્યુ કર્યું છે.