Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

દારૂની પરમિટ રિન્યૂ કરવા 10 હજારની લાંચ લેતા સિવિલ સર્જન એસીબીની ટ્રેપમાં સપડાયા

  • લાંચનું છટકું ગોઠવીને ડો. અનિલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા…

નવસારી,

સિવિલ સર્જન 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ નવસારીમાં ડો. અનિલ ટી. કોડનાની એમ.જી. જનરલ હોસ્પિટલમાં ચીફ ડીસ્ટ્રીક મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જન તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ લીકર હેલ્થ પરમીટ ધરાવતા હોવાથી તેને રીન્યુ કરવા માટે સિવિલ સર્જનનો અભિપ્રાય જરૂરી હોય છે. જેના પગલે સિવિલ સર્જને અભિપ્રાય આપવા માટે રૂ. 10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ અંગે એસીબીનો સંપર્ક કરતા એ.સી.બી.એ નવસારી હોસ્પિટલમાં લાંચનું છટકું ગોઠવીને ડો. અનિલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

Related posts

ગુજરાતમાં ઘેરું બની રહેલું જળસંકટ, મા નર્મદા આ વખતે પણ ઉગારશે ખરી?

Charotar Sandesh

આંદોલનકારી પ્રવિણ રામ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા…

Charotar Sandesh

પત્નીએ કોર્ટ કેસ કર્યો હોય તે કારણોસર છૂટાછેડા ના આપી શકાય : ગાંધીનગર કોર્ટનો ચુકાદો

Charotar Sandesh