Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં રેકોર્ડબ્રેક ઠંડી : લઘુત્તમ તાપમાન ૪.૨ નોંધાયુ…

ડિસેમ્બર મહિનામાં આવી ઠંડી આ અગાઉ વર્ષ ૧૯૦૧માં પડી હતી…

ન્યુ દિલ્હી : સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થિજાવતી ઠંડી આજે પણ યથાવત રહી છે. દિલ્હીમાં આજે સવારે લઘુત્તમ તાપમાન ૪.૨ નોંધાયું છે જે સીઝનનું સૌથી ઓછું તાપમાન છે. ૧૧૮ વર્ષ બાદ ઠંડીનો નવો રેકોર્ડ બની શકે છે. ડિસેમ્બર મહિનામાં આવી ઠંડી આ અગાઉ વર્ષ ૧૯૦૧માં પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડી હજી પણ વધારે વધશે.
દિલ્હીમાં સતત ૧૪માં દિવસે કડકડતી ઠંડી પડી રહી છે અને આ અગાઉ ૧૯૯૭માં આવું થયું હતું જ્યારે સતત ૧૭ દિવસ સુધી હાડ થિજાવતી ઠંડી પડી હતી. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું ૧૯૨૯, ૧૯૬૧ અને ૧૯૯૭માં નોંધાયું હતું.
હવામાન વિભાગના અનુસાર, આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધવાની શક્યતા છે. લડાખનું દ્રાસ માઈનસ ૩૦.૨ ડિગ્રી સે. તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ બની રહ્યું હતું. જ્યારે રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડીનો સકંજો વધતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ૧ ડિગ્રી સે. નોંધાયું હતું. કાશ્મીરમાં ચિલાઈ કલાનનો તબક્કો શરૂ થઈ ગયો હોવાથી હાડ થિજાવતી ઠંડીએ માઝા મૂકી છે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ બરફ વર્ષા થવાની આગાહી પણ કરી છે. શિમલા અને મનિલામાં તાપમાન ૨ ડિગ્રી સે. સુધી પહોંચ્યું હતું. એ જ રીતે પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર શીતલહેર અને ધુમ્મસનો અનુભવ લોકો કરી રહ્યા છે.

Related posts

પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણઃ ૨ જવાન ઘાયલ, ૧ આતંકી ઠાર…

Charotar Sandesh

નીટ-જેઇઇની પરીક્ષા મુદ્દે ૧૫૦થી વધુ યુનિવર્સિટીના શિક્ષકોનો વડાપ્રધાન મોદીને પત્ર…

Charotar Sandesh

યોગી આદિત્યાનાથને મળી ધમકી, કહ્યું – ૪ જ દિવસ બચ્યા છે…

Charotar Sandesh