Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવાર આગમન ટાણે જ અડાસ ગામના ગ્રામજનો પર અંધારાના ઓજસ…!

છેલ્લા ચાર દિવસથી બીએસએનએલની નેટ સેવા ઠપ થઈ જવા પામતા બેક તથા પોસ્ટના નાણાકીય વ્યવહાર ઠપ્પ…

આણંદ, તા.૨૧
દિવાળીના તહેવારોના આગમન થઈ રહયા છે ત્યારે ગ્રામજનોમાં દિપાવલીના ઓજસ પાથરવા થનગનાટ વ્યાપવા પામતો હોય છે ત્યારે પરંતુ આણંદ નજીકના અડાસ ગામ ખાતે વિકાસ શીલ સરકારને ગ્રહણ લાગવા પામ્યુ હોય તેમ છેલ્લા ચાર દિવસથી બીએસએનએલની નોકરી નેટ સેવા ઠપ થઈ જવા પામતા દિવાળીના પ્રકાશ ઓજસના બદલે બેક તથા પોસ્ટના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઈ જતા અંધારાના ઓજસ પથરાઈ રહયાની લાગણી અડાસ ગ્રામજનોમાં પ્રવર્તવા પામી હોવાનુ જાણવા મળેલ છે.

સુત્રોના જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાકથી દિપાવલીના તહેવારોનો પ્રારંભ થઈ જવા રહયો છે જેના કારણે દિપાવલી તહેવારોના પ્રકાશના ઓજસ પાથરવા મદીના માહોલ વચ્ચે પણ પ્રજાજનોમાં થનગનાટ વ્યાપવા પામ્યો છે. ત્યારે બીજીબાજુ દિવાળી પ્રકાશ ના ઓજસને બદલે અંધારાના ઓજસ અડાસ ગામમાં પથરાવા પામી રહયા હોય તેમ ગત ગુરૂવારથી શુ બીસીએનએલએનલની નેટ સેવાઠપ થઈ જવા પામતા ગ્રામ્યસ્તરે આવેલ બેક તથા પોસ્ટ ખાતામાં નાણાકીય વ્યવહાર ઠપ થઈ જવા પામતા ગ્રામજનોની હાલત કફોડી બનવા પામી હોવાનુ જાણવા મળેલ છે. તો બીજીબાજુ પેન્શનરોની હાલત કફોડી બનવા પામી હોવાનુ જાણવા મળેલ છે.

તો બીજીબાજુ બેકના સત્તાવાળાઓ દ્વારા સ્થાનિકોના દિવાળીના તહેવાર બગડે નહીં અને પ્રકાશના ઓજસ પથરાય તેવા આયોજન હાથ ધરી રહયા છે. પરંતુ ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટ બેન્કીંગ સુવિધાના કારણે નેટ સેવા જ ઠપ થઈ જવા પામતા બેક કર્મચારીઓમાટે પણ બેકના ગ્રાહકોને સુવિધા પરીપુર્ણ કરવામાં અસફળ નીવડી રહયા છે ત્યારે બીએસએનએલ આ મુદ્દે ત્વરિત યોગ્ય ઉકેલ લાવી નેટ સેવા કાર્યરત કરે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

નડિયાદ : ત્રણ માળનો આખો ફ્લેટ ધરાશાયી થઈ જતાં રહીશો દટાયા… બચાવ કામગીરી શરૂ…

Charotar Sandesh

આણંદમાં બાકરોલ ખાતે તા.૧૩મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે…

Charotar Sandesh

આણંદના નાપાડ ગામમાં ૩૧ માર્ચે થયેલી હત્યાનો ભેદ ઉકેલતી આણંદ રૂરલ તથા વાસદ પોલીસ

Charotar Sandesh