ગાંધીનગર : દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ૨૦ દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે આ વેકેશન ૨૪ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર સુધી રહેશે અને ૧૪ તારીખથી તમામ શાળાઓ રાબેતા મુજબ ચાલુ થશે.
પ્રાથિમક શિક્ષણ નિયામકની પરિપત્ર દ્વારા જાહેરા રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યો છે.સરકારે ૨૪ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર સુધી શાળાઓમાં વેકેશન જાહેર કર્યો છે.૧૪ નવેમ્બરથી શાળાઓ રાબેતા મુજબ ચાલુ થશે. દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનું દિવાળી વેકેશન જાહેર થયું છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ માટે ૨૪મી ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કર્યું છે.ત્યારબાદ તારીખ ૧૪ નવેમ્બરથી શાળાઓ રાબેતા મુજબ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.