મુંબઈ : રણવીર સિંહ એટલે બોલીવૂડનો પાવર-પેક્ડ અભિનેતા. એ અવારનવાર કંઈક નવું કરીને સમાચારોમાં ચમકતો જ રહે છે. હાલમાં જ એણે મુંબઈમાં એક ફ્લેટ ખરીદ્યો છે જે માટે એ દર મહિને રૂ. ૭.૨૫ લાખનું ભાડું ચૂકવે છે.
આ ફ્લેટ એણે મધ્ય મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા બોમોન્ડ ટાવર્સમાં ખરીદ્યો છે. આ જ બિલ્ડિંગમાં એની અભિનેત્રી પત્ની દીપિકા પદુકોણ પણ રહે છે. ૩૩-માળવાળા બોમોન્ડ ટાવર્સમાં દીપિકા ૨૬મા માળ પર રહે છે. ૪-બેડરૂમવવાળો ફ્લેટ દીપિકાએ ૨૦૧૦માં રૂ. ૧૬ કરોડમાં ખરીદ્યો હતો.
રજિસ્ટ્રેશન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, રણવીરે ત્રણ વર્ષ માટે આ જ બિલ્ડિંગમાં ભાડેથી ફ્લેટ લીધો છે. તે આ ફ્લેટના માલિકને પહેલા બે વર્ષમાં દર મહિને રૂ. ૭.૨૫ લાખ ચૂકવશે અને છેલ્લા ૧૨ મહિના માટે દર મહિને રૂ. ૭.૯૭ લાખ ચૂકવશે.