વિદેશ મંત્રી અને બીજેપીની સિનિયર નેતા સુષ્મા સ્વરાજે અલગ-અલગ ટ્વટ કરીને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના નિવેદનો પર વળતો હુમલો કર્યો. તેમણે તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જીને જાણીતા શાયર બશીર બદ્રના એક શેર દ્વારા જવાબ આપ્યો.
વિદેશ મંત્રીએ ટ્વટ કરીને કે, મમતાજી, આજે આપે તમામ હદો પાર કરી દીધી. તમે રાજ્યના મુખ્યમંત્રી છો અને મોદીજી દેશના વડાપ્રધાન છે. કાલે આપને તેમની સાથે જ વાત કરવાની છે. તેથી બશીર બદ્રનો એક શેર યાદ અપાવી રહી છું, દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઇશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએં તો શ‹મદા ન હોં.
બીજેપી નેતાએ વધુ એક ટ્વટ કર્યું જેમાં તેઓએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મનમોહન સિંહ સરકારની યાદ અપાવતાં કે, રાહુલ ગાંધીએ કેવી રીતે વટહુકમ ફાડી દીધો હતો.
સુષ્માએ કે, પ્રિયંકાજી, આજ આપે અહંકારની વાત કરી. હું આપને યાદ અપાવું કે અહંકારની પરાકાષ્ઠા તો તે દિવસે થઈ હતી જે દિવસે રાહુલજીએ પોતાના જ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહજીનું અપમાન કરતાં રાષ્ટપતિ દ્વારા જાહેર કરાયેલા વટહુકમને ફાડીને ફેંક્્યું હતું. કોણ કોને સંભળાવી છે?