Charotar Sandesh
ઈન્ડિયા

દુષ્કર્મ કેસમાં ટીવી એક્ટર કરન સિંહ ઓબેરોયની ધરપકડ

મુંબઇનાં ઓશિવારા વિસ્તારમાં ટીવી એક્ટર કરન સિંહ ઓબેરોય વિરુદ્ધ એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ કરનની ધરપકડ કરી લેવામાં આવી છે.
એફઆઈઆર મુજબ, ઓક્ટોબર ૨૦૧૬માં એક ડેટિંગ એપ્લકેશન દ્વારા બંનેની મુલાકાત થઇ હતી. જે બાદ તેઓ સારા મિત્રો બન્યા. પીડિતાએ જણાવ્યું કે, એક દિવસ આરોપીએ તેનાં ફ્લેટ પર તેને મળવા બોલાવી હતી. જ્યાં લગ્નનો વાયદો કર્યો.
જે બાદ આરોપીએ પીડિતાને નારિયલ પાણી પીવડાવ્યું. અને તે બાદ તેને ચક્કર આવવા લાગ્યાં. પીડિતાનો દાવો છે કે, આરોપીએ તેનો રેપ કર્યો અને મોબાઇલ પર તેનો વીડિયો પણ બનાવી લીધો છે.
એફઆઈઆરમાં પીડિતા કહે છે કે, ‘આ વીડિયો દ્વારા કરન તેને બ્લેકમેલ કરતો હતો અને પૈસા લેતો હતો. તેમ છતા હું તેને લગ્ન અંગે પુછતી પણ તે દર વખતે આ વાત નજર અંદાજ કરી દેતો અને વધુ પૈસા માંગતો. થોડા દિવસ પહેલાં જ્યારે મે તેને લગ્ન અંગે ભાર દઇને પુછ્યુ તો તેણે મને ધમકી આપી કે તારાથી થાય તે કરી લે.’ તે બાદ પીડિત મહિલાએ એક્ટર વિરુદ્ધ રેપ અને એક્સટોર્શનનો કેસ દાખલ કર્યો હતો.

Related posts

સિંધૂ બોર્ડર પર ખેડૂતો સામે ગામ લોકોનો પ્રદર્શન, હાઇ-વે ખાલી કરવા માંગ…

Charotar Sandesh

હવાથી પણ ફેલાઈ શકે કોરોના, બંધ જગ્યાઓ પર પણ માસ્ક પહેરવા CSIRની અપીલ…

Charotar Sandesh

દેશમાં ૮૦ લાખ લોકોએ કોરોનાને આપી માત, ૨૪ કલાકમાં ૪૪,૨૮૧ નવા કેસ…

Charotar Sandesh