હેપ્પી ક્રિસમસ અમદાવાદમાં સાંતાકલોઝની ૫ ફૂટ ઉંચી કેક : જમાવ્યુ આકર્ષણ…
આજે દેશભરમાં નાતાલની આગલી રાત્રે, મિડનાઈટ માસમાં ભાગ લેવા અને પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ હજારોની સંખ્યામાં ચર્ચમાં ઉમટયા છે. મિડનાઈટ માસ દેશના અનેકો મોટા ચર્ચમાં યોજાયો હતો, જેમાં બેંગલોરમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ કેથેડ્રલ, ગોવામાં અવર લેડી ઓફ ઇમમકયુલેટ કન્સેપ્શન ચર્ચ, દિલ્હીના ગોલ ડાક ખાનામાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલ, તિરુવનંતપુરમમાં સેન્ટ માઇકલ, મુંબાઈમા સેન્ટ માઇકલ, ચર્ચ ઓફ ક્રાઇસ્ટ કિંગ, અને અન્ય બીજા ઘણા ચર્ચમાં ઉજવાયો હતો. પરંપરાગત રીતે મિડનાઈટ માસ રાત્રે ૧૨ વાગ્યા પછી શરૂ થાય છે, ગોવાના અવર લેડી ઓફ ઇમમકયુલેટ કન્સેપ્શન ચર્ચમાં અનુયાયીઓએ તેમનો પરંપરાગત પોશાક પહેરીને, બાઇબલમાં ઈશુ ખ્રિસ્તની જન્મની વાર્તાઓ વાંચી હતી.
આ પ્રસંગે અમદાવાદમાં એક રેસ્ટોરન્ટના શેફે ૬૦૦ કિલોની શાંતાકલોઝની સ્ટેન્ડીંગ કેક બનાવી હતી તે તસ્વીરમાં દેખાય છે. ત્રણ દિવસ અને ૬૦ કલાકની મહેનત બાદ પ ફૂટ ઉંચી આ કેક બનાવાઇ હતી જે આજે ઝુંપડપટ્ટીના બાળકોમાં વિતરીત કરવામાં આવી હતી.