Charotar Sandesh
Live News ઈન્ડિયા ગુજરાત રાજકારણ

દેશભરમાં મોદી મેજીક છવાયો : મહાનાયકની મહાવાપસી – અબ કી બાર ફીર મોદી સરકાર

  • ભાજપ એકલા હાથે ૩૦૦ ઉપરઃ પ્રચંડ બહુમતીઃ કેન્દ્રમાં ફરી એનડીએ સરકાર રચાશેઃ વારાણસીમાં મોદીની જંગી સરસાઈઃ

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. એકલા હાથે ૨૯૨+ બેઠક મેળવીને ભાજપ એનડીએનો સાથ લઇ કુલ ૩૪૫+ બેઠક સાથે સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવશે. દેશના ઇતિહાસમાં ભુતકાળમાં ક્્યારેય સતત બે ટર્મ સુધી બિનકોંગ્રેસની સરકાર બની નથી પરંતુ મોદીએ નવો ઇતિહાસ રચી દીધો છે. ૨૦૧૪માં પ્રથમ વખત સંપૂર્ણ બહૂમત સાથે પ્રથમ વખત કેન્દ્રમાં ભાજપે બિનકોંગ્રેસની સરકાર બનાવી હતી. હવે ફરીથી ભાજપ-દ્ગડ્ઢછ કેન્દ્રમાં સતત બીજી વખત દેશમાં બિનકોંગ્રેસી સરકાર બનાવશે.
લોકશાહીનાં મહાપર્વનું આજે પરિણામ જાહેર થતાં જ આ વખતે ફરી એક વાર દેશભરમાં મોદી લહેર જાવાં મળી છે. ૨૦૧૪નાં ઇલેક્શન બાદ વર્તમાન ચૂંટણીમાં પણ ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. જેમાં ભાજપે એકલા હાથે ૨૯૨+ બેઠકો પ્રાપ્ત કરીને ૨૭૨નો જાદુઇ આંકડો પાર કર્યો હતો.
એનડીએને ૩૪૫+નાં આંકડા સાથે ૨૭૨નો આંકડો પાર કરી દેતા એનડીએને સ્પષ્ટ બહુમતિ મળી ગઇ છે જ્યારે યૂપીએ ૮૬ સીટો હાંસલ કરી હતી જ્યારે અન્ય પાર્ટીઓએ ૧૧૦ સીટો પ્રાપ્ત કરી હતી.
મહા.માં એનસીપી અને કોંગ્રેસને પછડાટ સહન કરવી પડી છે. ૪૮ બેઠકોવાળા રાજ્યમાં ભાજપ-શિવસેનાની જાડી ૪૪ બેઠકો પર વિજય મેળવવા તરફ આગેકૂચ કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ ગયા છે. સાતેય બેઠક ઉપર ભાજપ આગળ છે. બિહારમાં લાલુના પક્ષને તમાચો પડયો છે. એક પણ બેઠક પર આગળ નથી ત્યાં ભાજપ અને જેડીયુનુ ગઠબંધન સટાસટી બોલાવી હતી.
પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,સૌનો સાથ + સૌનો વિકાસ + સૌનો વિશ્વાસ = વિજયી ભારત.

Related posts

ગિરનાર રોપ-વેની ટિકીટ મુદ્દે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે નોંધાવ્યો વિરોધ…

Charotar Sandesh

પંજાબ સર કરવા કેજરીવાલે સ્વાસ્થ્ય સેવાઓ સહિત ૬ ગેરંટીની જાહેરાત કરી

Charotar Sandesh

ભાજપના સંગઠનમાં પરિવર્તનના એંધાણ : કમલમ ખાતે મુખ્યમંત્રી સહિતના આગેવોનોની લાંબી બેઠક…

Charotar Sandesh