Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં થતા ૬૬ ટકા રોડ અકસ્માતો માટે ઓવર સ્પીડિંગ જવાબદાર : નીતિન ગડકરી

પાછલા વર્ષે અકસ્માતમાં ૫૪૦૪૬ લોકોના મોત થયા જ્યારે ૨૦૧૭માં ૫૩૧૮૧ થયા…

ન્યુ દિલ્હી,
વર્ષ ૨૦૧૮માં દેશમાં થયેલા કુલ અકસ્માતમાંથી ૬૬ ટકા અકસ્માતો માટે ઓવર સ્પીડિંગ જવાબદાર હતું. જ્યારે ૫ ટકા અકસ્માત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરવાથી થયા હતા. સોમવારે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે પાછલા વર્ષે નેશનલ હાઈવે પર અકસ્માતમાં ૫૪,૦૪૬ લોકોના મૃત્યુ થયા જ્યારે ૨૦૧૭માં આ આંકડો ૫૩,૧૮૧ હતો.

નીતિન ગડકરીએ લોકસભામાં રજૂ કરેલા નવા મોટર વ્હીકલ બિલને પાસ કરવા માટે દરેક સભ્યોનો સહયોગ માગ્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે અકસ્માતમાં જાનહાનિ વધવા પાછળ ટ્રાફિકના નિયમો તોડવા અને રોડ બનાવતા સમયે કરાયેલી ભૂલો જવાબદાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦૧૮માં થયેલા અકસ્માતોમાં કુલ ૧.૫ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જે ગંભીર ચિંતાનો વિષય છે

રસ્તાની સલામતી માટે ઘણા સંગઠનો આ બિલ પસાર થાય તે માટે કેમ્પેઈન ચલાવી રહ્યા છે. તેમનો દાવો છે કે નવા કાયદાથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થશે. પાછલા વર્ષે રસ્તા પર ભૂવો પડવાના કારણે પોતાનો ૪ વર્ષનો પુત્ર ગુમાવનાર મનોજ વાધવા કહે છે, ‘આ માત્ર આંકડા નથી, કેટલાક કિસ્સાઓમાં આ લોકો પરિવારમાં કમાનાર એકમાત્ર વ્યક્ત હોય છે. સરકારી એજન્સી તેમને માત્ર આંકડા તરીકે જુએ છે.’ હાલવા વર્ષોમાં થયેલા અકસ્માતમાં ૫૦ ટકા મૃતકો ૧૪થી ૩૫ વયની વચ્ચેના હતા. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ૨૦૧૨માં ભારત સહિત એશિયામાં રોડ અકસ્માતમાં સામાજિક-આર્થિક અસરનો રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો. જે મુજબ અકસ્માતમાં ૧૦ મૃતકોમાંથી ૭નો પરિવાર તેની આવક પર આધારિત હતો.

Related posts

ભારતની સીમામાં ઘૂસેલા ચીનના જહાજને નૌસેનાએ ખદેડ્યું…

Charotar Sandesh

શશી થરૂરના ઘરે સોનિયાને લખેલા પત્રની યોજના ઘડાઇ હતી : એક રિપોર્ટમાં ખુલાસો…

Charotar Sandesh

જે ટ્રેક્ટરની ખેડૂત પૂજા કરે છે, વિપક્ષે તેને જ લગાવી આગ : PM મોદી

Charotar Sandesh