વડાપ્રધાન મોદીએ સોમવારે મધ્યપ્રદેશના રતલામમાં જનસભાને સંબોધિત કરી હતી. તેઓએ કે કોંગ્રેસના મહામિલાવટી ૧૯૮૪ના રમખાણ, ભગવા આતંકવાદ અને કૌભાંડ પર નિર્જલતાથી કહે છે કે જે થયું તે થયું. આ કોંગ્રેસનું અભિમાન છે. પરંતુ હું કહું છું કે ગરીબોની સાથેનો ગંદો મજાક ઘણો થયો. મોદીએ ભોપાલના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વજય સિંહે મતદાન ન કરતાં તેમના પર કટાક્ષ કર્યો હતો. તેઓએ પૂછ્યું આનાથી યુવાનોમાં શું સંદેશો જાય છે? મોદીએ , “રતલામ મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની ભૂમિ છે. તેમના સંસ્કાર છે કે આપણે મા ભારતીને વંદન કરીને કામની શરૂઆત કરીએ છીએ, પરંતુ કોંગ્રેસને ભારત માતાની જય બોલવામાં તકલીફ પડે છે. માત્ર મને ગાળો આપવામાં જ તેમને ખુશી મળે છે. દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ ભક્તથી. નામદાર ભાષણની શરૂઆત જ ગાળોથી કરે છે. નામદાર લોકો વોરશિપનો ઉપયોગ પરિવારની પિકનિક માટે કરે છે. પછી તેઓ કહે છે કે જે થયું તે થયું.
વડાપ્રધાન મોદીએ કે, કોંગ્રેસનું અભિમાન કાલે ભોપાલમાં જાવા મળ્યું હતું. દેશના લાખો લોકો મતદાન કરી રહ્યા હતા, રાષ્ટપતિ પણ ગયા હતા. પરંતુ દિગ્ગી રાજાને લોકતંત્રની કંઈ જ પડી નથી. ગતરોજે તેમને મતદાન કરવાનું પણ ઉચિત ન સમજ્યું. મોદીએ કે, બની શકે છે કે તમને ત્યાંનો કોઈ ઉમેદવાર ન ગમતો હોય, ઘરેલું કંકાસ હોય પણ જવું તો જાઈએ. દિગ્વજય સિંહ આટલું કેમ ડરી ગયા. તમે તો ઝાકિર નાઈકથી પણ નથી ડરતા તો પછી તમને તમારા વિસ્તારના લોકોનો આટલો ભય કેમ છે. યુવાનોને તમે શું સંદેશ આપ્યો.
મોદીએ, કોંગ્રેસના શાસનમાં દેશમાં દર બીજા દિવસે બોમ્બ વિસ્ફોટ થતા હતા. પરંતુ તેઓ કહેતા કે થઈ ગયું હવે. બોફર્સ, સબમરીન અન હેલિકોપ્ટર કૌભાંડ તેમનો એક જ જવાબ હોય છે. તેમના રાજમાં સેનાને બુલેટ પ્રુફ જેકેટ પણ મળી શકતું ન હતું. આ તમામ બાબતે જા કોંગ્રેસને સવાલો કરવામાં આવે તો એક જ જવાબ મળશે જે થયું તે થયું હવે શું. કોંગ્રેસના આવા જ વિચારોના કારણે દેશને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસે દેવામાફીની વાતો કરીને મધ્યપ્રદેશના ખેડૂતોને છેતર્યા છે. શું તમે તેને ફરીથી છેતરવાની તક આપશો.