રાજ કુમાર રાવે એક પછી એક સફળ ફિલ્મો આપીને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે. હવે તેની પાસે બોલીવૂડના ટોચના નિર્માણહાઉસની ફિલ્મોની ઓફરો મળી રહી છે. જેમાં મનોરંજન દુનિયાના જાણીતા ધર્મા પ્રોડકશનનો પણ સમાવેશ છે.
મળેલી વાતને સાચી માનીએ તો, ધર્મા પ્રોડકશન હવે રાજકુમાર રાવ સાથે કામ કરવા ઇચ્છે છે. પોતાના આગામી પ્રોજેક્ટમાં રાજકુમાર કામ કરે તેવી તેમને આશા છે. આ ફિલ્મ તેમની જ ફિલ્મની સિકવલ હશે. આ ફિલ્મનો દિગ્દર્શક અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. પહેલા પણ આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડકશનનું જ હતું. હવે આ વખતે ફિલ્મસર્જકની ઇચ્છા છે કે સિકવલમાં રાજકુમાર રાવ તેમની સાથેકામ કરે. રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી’એ રૂપિયા સો કરોડ પાર કરતાં જ તે બોલીવૂડના માંધાતાઓના ધ્યાનમાં આવી ગયો છે.