Charotar Sandesh
ગુજરાત

ધો.૧૦, ૧૨ બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓને ઓનલાઇન અપાશે…

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની માર્ચમાં લેવાતી બોર્ડની પરીક્ષાની હૉલ ટીકિટ હવેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન આપવામાં આવશે. બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેમાં સર્વાનુમતીથી મંજુરી આપવામાં આવી હતી. ૧૮ લાખથી વધું વિદ્યાર્થીઓની રિસિપ્ટની કલર પ્રિન્ટથીનો ખર્ચ ખૂબ મોટો થાય છે. તેમજ વિદ્યાર્થીઓને રિસિપ્ટ ખોવાઈ જવાનો ડર પણ સતાવતો હોય છે. આ તમામ સમસ્યાને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષમાં બેસનારા ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને ફોટા સાથેની કલર રીસિપ્ટ પ્રિન્ટ કરવાનો ખર્ચ ઘણો મોટો હોય છે. આ રિસિપ્ટ સ્કુલોને પહોંચાડવામાં આવે છે. તેનો ખર્ચ તથાં તેના ખોવાઈ જવાની અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૨૦ની બોર્ડની પરીક્ષાથી ઓનલાઈન હૉલ ટીકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની હૉલ ટીકિટ હવેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અપાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચની ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે. ગત વર્ષે અંદાજીત ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપી હતી. સામાન્ય રીતે બોર્ડ દ્વારા દર વર્ષે બોર્ડ પરીક્ષાનાં થોડા દિવસો પહેલાં પરીક્ષાની રીસિપ્ટ જે તે સ્કૂલને પહોંચાડવામાં આવે છે. એ બાદ સ્કુલ તેમનાં પરિક્ષાર્થીઓને હાર્ડ કોપી આપે છે.

Related posts

જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં બળાપો : મહિલા ઉમેદવારે કહ્યું : હવે કોઈના પર વિશ્વાસ નથી

Charotar Sandesh

આજે ૧.૩૦ કલાકે મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ : ૩ કલાક પહેલા આ ધારાસભ્યોને આવ્યો ફોન

Charotar Sandesh

UKના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત પ્રવાસે આવ્યા : અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

Charotar Sandesh