નડિયાદ : ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈને સિગ્મા હેલ્થ કેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પંકજ દેસાઈને સમગ્ર દેશમાં બેસ્ટ એમ.એલ.એનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પ્રશંગે આણંદ-ખેડા જિલ્લાની અનેક સંસ્થાઓ તેમજ અગ્રણીઓ દ્વારા નડિયાદ ખાતે પંકજ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું છે.
નડિયાદના બાસુદીવાલા ગ્રાઉન્ડમાં યોજાયેલા સમારોહમાં મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં પંકજ દેસાઈને બેસ્ટ એમએલએ એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. સમારહોમાં ખેડા નડિયાદના ભાજપ-કોગ્રેસમાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.