Charotar Sandesh
ઈન્ડિયા

નરેન્દ્ર મોદીની જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી…

દર વર્ષની જેમ ફરી જવાનોની વચ્ચે પહોંચ્યા : આ અગાઉ પાંચ વખત પણ દિવાળી જવાનો સાથે ઉજવી છે…

નવીદિલ્હી : દર વખતની જેમ જ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાનો સાથે દિવાળીની ઉજવણી કરનાર છે. આના માટે મોદી રવિવારે બપોરે જમ્મુ કાશ્મીરના રાજૌરી પહોંચી ગયા હતા. મોદી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. તેઓ લાઈન ઓફ કન્ટ્રોલની પાસે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.  મોદીએ હોદ્દો સંભાળી લીધા બાદ હજુ સુધી દર વખતે જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરી છે. પાંચ વખત જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ઉત્તરાખંડમાં સરહદ પર ફરજ બજાવી રહેલા ભારતીય સેના અને આઈટીબીટીના જવાનોની વચ્ચે પહોંચ્યા હતા. રોશનીના પર્વ પર જવાનોને મોદીએ શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે તેમને મિઠાઇઓ પણ ખવડાવી હતી. સરહદ ઉપર જટિલ પરિસ્થિતિમાં ફરજ બજાવતા જવાનોની મોદીએ પ્રશંસા કરી હતી. મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમને મિઠાઇઓ પણ ખવડાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૭માં પણ દિવાળી પર્વની ઉજવણી દેશની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા જવાનો સાથે કરવા પહોંચી ગયા હતા. ઉજવણીના હેતુસર મોદી ગયા વર્ષે કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પહોંચી ગયા હતા. ગુરેજ સેક્ટર પ્રદેશમાં અંકુશ રેખાની નજીક હોવાથી ખુબ જ સંવેદનશીલ વિસ્તાર છે.

Related posts

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ, એક જ તબક્કામાં થશે મતદાન, જુઓ

Charotar Sandesh

કેન્દ્ર સરકારે પેટ્રોલમાં પ અને ડીઝલમાં ૧૦ રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી : આવતીકાલથી લાગુ થશે

Charotar Sandesh

કોરોનાનો કહેર : દેશની ટુ-વ્હીલર કંપનીઓએ પોતાની તમામ ફેક્ટરીઓ ૧લી મે સુધી બંધ કરી…

Charotar Sandesh