લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પ્રચાર ન કરવાની જાહેરાત બાદ પહેલીવાર યોગ ગુરુ બાબા રામદેવ લોકસભા ચૂંટણીને લઇને રાજનૈતિક મંચ પર જોવા મળ્યા હતા અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. આ સાથે જ બાબા રામદેવે PM મોદીના બીજા કાર્યકાળની પણ ભવિષ્યવાણી કરી હતી.
બાબા રામદેવ શુક્રવારના રોજ પટના સાહિબથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રવિશંકર પ્રસાદનું ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં ગયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરનારા બાબા રામદેવે 2019 લોકસભા ચૂંટણીમાં કોઇપણ પ્રકારના પ્રચારમાં શામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, રાજનૈતિક રીતે મેં મારી જાતને પાછો લઇ લીધો છે. હું તમામ દળોની સાથે છું પણ નથી પણ.
યોગ ગુરુએ કહ્યું હતું કે, 2019મા કોઇપણ પ્રધાનમંત્રી બનવાથી નરેન્દ્ર મોદીને નહીં રોકી શકે અને ઇતિહાસ ફરી રચાશે. 2014મા આંધી હતી અને 2019મા સુનામી છે. આ વર્ષે ઇતિહાસ બનવા જઇ રહ્યો છે. લોકોના જે સપના છે તેને મોદીજી પૂરા કરશે.