-
નવા ચૂંટાયેલા સાંસદોને હવે દિલ્હીમાં ઘર માટે લાંબો સમય રાહ નહી જોવી પડે…
નવી દિલ્હી,
પહેલી વખત ચૂંટાયેલા સાંસદો માટે દિલ્હીના પોશ વિસ્તાર ગણાતા લુટિયન્સ ઝોનમાં નવા ઘરો બનાવવામાં આવ્યા છે. આવાસ મંત્રાલયે પહેલા તબક્કામાં નોર્થ એવેન્યૂમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના 36 ડુપ્લેક્સ સરકારને સોંપી દીધા છે. આ ડુપ્લેક્સમાં સાત રૂમ હશે અને સંસદ સભ્યને કાર્યાલયના સંચાલન માટે પણ જગ્યા ફાળવાશે. આ ઘરોમાં ઉર્જાની જરૂરીયાત સોલર એનર્જીથી પુરી થશે.
દરેક ઘરમાં વાહન પાર્ક કરવાની પણ સુવિધા છે. આમ તો શહેરી આવાસ મંત્રાલય સાંસદો માટે 200 ડુપ્લેક્ષ બનાવવાના છે. પહેલા તબક્કામાં જેના ભાગરૂપે 36 ડુપ્લેક્ષ બનાવાયા છે. આ વખતે નવા સાંસદોને આ 36 ડુપ્લેક્ષની ફાળવણી કરાશે.
નવા ચૂંટાયેલા સાંસદો માટે હાલમાં નોર્થ અને સાઉથ એવેન્યૂમાં પાંચ રૂમવાળા ફ્લેટ છે. જ્યાં જગ્યાની અછત અને પાર્કિંગની સમસ્યાના કારણે 2014માં મોદી સરકારે સાંસદો માટે નવા રહેઠાણ બનાવવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે.
-
આવાસ મંત્રાલયે પહેલા તબક્કામાં નોર્થ એવેન્યૂમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના 36 ડુપ્લેક્સ સરકારને સોંપી દીધા છે