નાસાએ ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીની આગેવાની ધરાવતી એક ટીમ પર તેમના મિશન માટે પસંદગી ઉતારી છે. જે તેમના ક્્યૂબસેટને અમેરિકન અંતરિક્ષ એજન્સી(દ્ગછજીછ)ના ભવિષ્યના મિશનો માટે અંતરિક્ષમાં મોકલી શકે છે. ક્્યૂબસેટ સંશોધન કરનાર એક લઘુ ઉપગ્રહ છે, જે બ્રહ્માંડના કિરણોની જાણાકારી મેળવી શકે છે. ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી કેશવ રાઘવન (૨૧)ની આગેવાનીમાં યેલ એન્ડરગ્રેજ્યુએટ એરોસ્પેસ એસોસિએશન સંશોધનકર્તાઓની ટીમ દેશભરની એ ૧૬ ટીમોમાં સામેલ છે, જે ટીમોના ક્્યૂબસેટને ૨૦૨૦,૨૦૨૧ અને ૨૦૨૨માં અંતરિક્ષમાં મોકલવાની યોજના છે.
ટીમના ક્્યૂબસેટ બ્લાસ્ટ (બોશેટ લો અર્થ આલ્ફા/બીટા સ્પેસ ટેલિસ્કોપ)નું નામ ભૌતિકશાસ્ત્રી એડવર્ડ એ બોશેટના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે અમેરિકામાં પીએચડીની ડીગ્રી મેળવનાર પ્રથમ મુળ આફ્રિકન અમેરિકન હતાં.
વિદ્યાર્થીઓએ ચાર વર્ષમાં આ ઉપગ્રહને તૈયાર કર્યો છે. અને નાસાના ક્્યૂબસેટ લોન્ચ ઈનિશિયેટિવ સ્પર્ધા મારફતે લોન્ચ કરવાની મંજૂરી મેળવી છે.