મુંબઇ : થોડા દિવસો પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પિરામલે પોતાના મુંબઈના ઘરમાં એક ઑક્શન ઈવેન્ટ રાખી જેમાં અંબાણી પરિવારના સભ્યોની સાથે-સાથે મોટી સંખ્યામાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યાં. અનિલ કપૂર, સોનમ કપૂરથી માંડીને શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન, કરિશ્મા કપૂર, નેહા ધૂપિયા અને ભૂમિ પેંડનેકર જેવા સ્ટાર્સ પર આ ઈવેન્ટમાં શામેલ થયા.
આ દરમિયાન અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા અંબાણી બ્લેક કલરના શિમરી ડ્રેસમાં અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી હતી. શ્લોકાનો આ ડ્રેસ જોવા ભલે ગાઉન જેવો દેખાય પણ તે એક જમ્પશૂટ હતો જેમાં ફિન્જ અને શીરનો મિક્સ લુક હતો. શ્લોકાનો ડ્રેસ જાણીતા ડિઝાઈનર એલી સાબએ ડિઝાઈન કર્યો હતો.
પોતાના આ ડ્રેસને શ્લોકાએ બ્લેક કલરની પીપ-ટો હીલ્સ અને ડાયમંડ ઈયરરિંગ્સની સાથે ટીમઅપ કરી પહેર્યો હતો. પણ ડ્રેસથી વધુ શ્લોકાની હેન્ડબેગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. શ્લોકાએ પોતાના આ બ્લેક લુકની મોનૉટની બ્રેક કરવા માટે એક કલરફૂલ બૂમબૉક્સ શેપ્ડ હેન્ડબેગ કરી કરી રાખી હતી.
આ બેગ જાણીતા અમેરિકન ફેશન ડિઝાઈન જુડીથ લેબર દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. આ બેગની કિંમતની વાત કરીએ તો જુડીથ લેબર કૂટિયૉરની આ બ્રૂકલિન મૂકી બૂમબૉક્સ બેગ ૬૨૯૫ ડૉલરની છે જેની ભારતીય કરન્સી પ્રમાણે કિંમત ૪.૫૦ લાખ રૂપિયા થાય છે.