Charotar Sandesh
ઈન્ડિયા

નિર્ભયાના ૪ નરાધમોને ૨૨મીએ ફાંસીના માંચડે લટકાવાશે…

આખરે નિર્ભયાના આત્માને મળશે શાંતિ, પટિયાલ હાઉસ કોર્ટે જાહેર કર્યું ડેથ વૉરંટ…

૨૨ જાન્યુ.એ તિહાડ જેલમાં સવારે ૭ વાગ્યે એક સાથે ચાર નરાધમોને અપાશે ફાંસી,નિર્ભયાની માતાએ ચુકાદાને વધાવ્યો, આખરે આઠ વર્ષ બાદ આવ્યો કેસનો અંત…

ન્યુ દિલ્હી : જો છેલ્લી ઘડીએ કોઇ કાનૂની અડચણ નહીં આવે તો દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપના ૪ દોષિત નરાધમોને ૨૨ જન્યુઆરીના રોજ દિલ્હીની તિહાર જેલમાં મૃત્યુ પામે ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી દેવાશે. સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવનાર આ જઘન્ય ગુનામાં ભોગ બનનાર મેડિકલની છાત્રાને અને તેમના પરિવારને ૮ વર્ષ અને ૫ દિવસ પછી ૨૨મીએ ૪ દોષિતોને ફાંસી અપાશે ત્યારે આખરે ન્યાય મળશે. દિલ્હીની પતિયાલા કોર્ટ દ્વારા આજે ૪ દોષિતોની સામે ૨૨મીએ ફાંસી આપવાના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરીને જેલ સત્તાવાળાઓને મોકલી આપ્યો હતો. કોર્ટમાં હાજર નિર્ભયાની માતા અને ૪ દોષિતો પૈકીના એકની માતા વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. જો કે જજ દ્વારા તેમને શાંત પાડવામાં આવ્યાં હતા.
દિલ્હીમાં ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ રાત્રે ઘરે જઇ રહેલી મેડિકલની એક છાત્રા સાથે ચાલતી બસમાં ૬ આરોપીઓએ ગેંગરેપ આચર્યો હતો અને ત્યારબાદ તેને અને તેના બોયફ્રેન્ડને ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધા હતા. નિર્ભયાના નામે જાણીતી બનેલા આ કેસમાં અનેક ઉતારચઢાવ આવ્યાં હતા. જેમાં ૬માંથી એક આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. એક આરોપી સગીર હોવાથી રિમાન્ડહોમમાં રખાયો હતો. અને બાકીના ચાર આરોપીઓને દોષિત ઠર્યા બાદ લાંબી કાનૂની લડાઇ પછી છેવટે ફાંસી આપવા માટે આજે ડેથ વોરંટ જારી કરાયો હતો. નિર્ભયા સાથે બળાત્કાર અને હત્યાના મામલાના ચારેય દોષિતોમાં અક્ષય, વિનય, મુકેશ અને પવનની ફાંસીનો ઈંતેજાર આખો દેશ કરી રહ્યો હતો ત્યારે આજે ૭મીએ ફાંસીનો આદેશ થતાં તે ઈંતેજાર હવે પૂરો થયો હતો. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતાની અરજી પર સુનાવણી થઇ હતી જેમાં નિર્ભયાની માતાએ દોષિતોને જલદીમાં જલદી ફાંસી આપવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોને તમામ કાનૂની પ્રક્રિયા પૂરી કરવા માટે ૭ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો અને તિહાર જેલે ચારેય દોષિતોને નોટિસ જાહેર કરી પૂછ્યું હતું કે તેઓ દયા અરજી દાખલ કરશે કે નહિ, અગાઉ નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા મેળવનાર ચાર દોષિતોમાંથી એકના પિતાએ ફાંસીને ટાળવાની કરેલી કોશિશ પણ બેકાર થઈ ગઈ હતી. આ મામલાના એકમાત્ર સાક્ષીની ખોટી જૂવાનીના આરોપ અંગેની એફઆઈરથી જોડાયેલ તેમની માંગણીને અદાલતે ફગાવી દીધી હતી.
અહેવાલ છે કે તિહાર જેલમાં બંધ આ ચારેય નરાધમોને એક સાથે જ ફાંસીએ લટકાવી દેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે એશિયાની સૌથી સુરક્ષિત જેલમાંથી એક માનવામાં આવતી તિહાર જેલ દેશની પહેલી એવી જેલ છે જ્યાં એક સાથે ચાર માંચડા ફાંસી માટે તૈયાર કરવામાં આવ્યાં છે, અત્યાર સુધી અહીં ફાંસી માટે એક જ માંચડો હતો પરંતુ હવે આ સંખ્યા વધીને ૪ કરી દેવામાં આવી છે. માહિતી મુજબ તિહાર જેલની અંદર ફાંસીના માંચડા તૈયાર કરવાનું કામ લોક નિર્માણ વિભાગ એટલે કે પીડબલ્યૂ ડીએ ગત સોમવારે જ પૂરું કરી લીધું છે, જો નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવે છે તો આવું પહેલીવાર હશે જ્યારે તિહાર જેલમાં એક સાથે ચારને ફાંસી આપવામાં આવશે.

Related posts

ભારત પાડોશી દેશ શ્રીલંકાના આર્થિક સંકટમાં ૩.૮ બિલિયન ડોલરની મદદ કરશે, જુઓ વિગત

Charotar Sandesh

LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી ઝપાઝપી… ભારત આક્રમક…

Charotar Sandesh

૪ મહિનામાં અયોધ્યામાં ગગનચૂંબી રામ મંદિર બનશે : અમિત શાહ

Charotar Sandesh