Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ટ્રસ્ટી તરીકે ચૂંટાયા…

૧૪૯ વર્ષ જૂના આ મ્યુઝિયમમાં વિશ્વની ૫૦૦૦ વર્ષ જૂની કલાકૃતિઓ પણ છે…

USA : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો (૫૭) ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ડના બોર્ડમાં સમાવેશ થયો છે. તેઓ મ્યૂઝિયમના સૌપ્રથમ ભારતીય માનદ (ઓનરરી) ટ્રસ્ટી બન્યા છે. આ મ્યૂઝિયમના ૧૫૦ વર્ષમાં સૌપ્રથમ વખત કોઈ ભારતીયની ટ્રસ્ટી તરીકે પસંદગી થઈ છે. મ્યૂઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ આ અંગેની માહિતી આપી હતી. નીતા અંબાણી છેલ્લા કેટલાય વર્ષોથી મેટ્રોપોલિટન મ્યૂઝિયમના એક્ઝિબિશન્સને સમર્થન પુરું પાડતા રહ્યા છે. આ અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યૂઝિયમ છે.

નીતા અંબાણીએ ૨૦૧૭માં જણાવ્યું હતું કે મેટ્રોપોલિયન મ્યૂઝિયમના સહકારથી ભારતીય કલાને એક પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રદર્શન કરવાની તક મળી છે અને અમે કલાના ક્ષેત્રે કામ ચાલુ રાખવા પ્રોત્સાહિત થયા છીએ. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી ભારતીય કલા અને સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ દેશમાં રમત અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે.

મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ૧૪૯ વરસ જુનું છે અને અહીં દુનિયાભરની ૫૦૦૦થી વધુ વરસ જુની કલાકૃતિઓ ઉપસ્થિત છે. દર વર્ષે લાખો લોખો આ મ્યૂઝિયમની મુલાકાતે આવે છે.

  • Nilesh Patel

Related posts

કોણ બનશે કોંગ્રેસના નવા અધ્યક્ષ ? ૧૭ ઓક્ટોબરે ચૂંટણી, જુઓ સંપૂર્ણ વિગત

Charotar Sandesh

USA : ઓસ્ટિન ટેક્સાસમાં વધુ એક ગોળીબારની ઘટના : ૧૨ લોકો ઘાયલ…

Charotar Sandesh

બિડેન સરકારે H1-B વિઝા પર પૂર્વ સરકારની નીતિઓને હટાવી…

Charotar Sandesh