Charotar Sandesh
ઈન્ડિયા

નેતાઓ નજરકેદ : ૧૪૪મી કલમ : શાળા-કોલેજો-ઇન્ટરનેટ બંધ…

રાજ્યમાં અજંપાની સ્થિતિ : વધુ સુરક્ષાદળો તૈનાત : મોડી રાત્રે ઉમર-મેહબુબા-લોનને નજરબંધ કરી લેવાયા : અધિકારીઓને અપાયા સેટેલાઇટ ફોન…

જમ્મુ : કલમ ૩૭૦ અને ૩પ-એ પર છેડાયેલી ચર્ચાઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ગઇરાતથી ઘટનાક્રમ ઝડપથી બદલવા લાગ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહ અને મહેબુબા મુફતીને તેમના ઘરોમાં નજરકેદ કરી લેવાયા છે. અથવા તો અટકાયતમાં લેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, એટલુ નહિ શ્રીનગરમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. પીપલ્સ કોનફરન્સના તેના સજ્જાક લોનને પણ નજરબંધ કરી લેવાયા છે. રાજ્યની સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલોને સાવચેતીના પગલા સ્વરૂપે બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. કોઇપણને રેલી કે સભાની પરવાનગી નહિ અપાય. જો કે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે,  કાશ્મીર ખીણમાં કર્ફયુ નથી લડદાયો. રાજયમાં ઓફીસરોને સંપર્ક માટે સેટેલાઇટ ફોન અપાયા છે કારણ કે મોબાઇલ સેવા કયાંક ઠપ્પ થઇ છે. કાશ્મીર યુનિ-એ ૧૦મી શરૂ  થતી બધી પરીક્ષાઓ સ્થગિત કરી છે. ગઇ મોડીરાત્રે નિર્ણય લેવાવ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતીએ ટવીટ કરી જણાવ્યું છે કે અમને નજરકેદ કરી લેવાયા છે. દરમ્યાન જમ્મુ ક્ષેત્રની બધી સ્કૂલો બંધ કરી દેવાઇ છે. જમ્મુમાં આજે સવારે ૬ વાગ્યાથી ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઇ છે. જમ્મુ ક્ષેત્રમાં સલામતી દળોની ૪૦ કંપની તૈનાત કરાઇ છે. સૌ કોઇની નજર જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રિત થવાની છે કે ત્યાં શું થવાનું છે. જમ્મુ-કાશ્મીરમાં મોબાઇલ સેવાને આંશિક રીતે બંધ કરી દેવામાં આવી છે કે જેથી અફવા ઉપર વિરામ લાગ્યો. જમ્મુમાં વધુ ૪૦૦૦ સેનિકો તૈનાત કરાયા છે. જમ્મુ-શ્રીનગર, કઠુઆ, કિશીવાડ, કુપવાડા, પૂંચમાં શાળા કોલેજમાં રજા જાહેર કરાઇ છે.

Related posts

ધાર્મિક સ્થળો, મોલ્સ, શોપીંગ સેન્ટરો, હોટલો, રેસ્ટોરન્ટસના દ્વાર ખુલ્યા, લોકોએ રાખવી પડશે સાવચેતી…

Charotar Sandesh

ફ્રાન્સના વિરોધમાં બાંગ્લાદેશમાં હિંદુઓના ઘર પર કટ્ટરપંથીઓનો હુમલો…

Charotar Sandesh

પુરીના જગન્નાથ મંદિરમાં ૪૦૪ સેવાદાર અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ…

Charotar Sandesh