વડાપ્રધાન મોદી દ્વારા 8 નવેમ્બર, 2016ના રોજ લેવામાં આવેલા નોટબંધીના નિર્ણય બાદ છેલ્લાં 2 વર્ષોમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. એક રિપોર્ટ અનુસાર, ખાસકરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા 50 લાખ લોકોએ નોટબંધી બાદ રોજગાર ગુમાવ્યો છે. બેંગ્લોર સ્થિત અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ (CSE) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા State of working India 2019 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2016થી 2018ની વચ્ચે આશરે 50 લાખ પુરુષોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે.વર્ષ 2016થી 2018 દરમિયાન દેશના અંદાજે 50 લાખ લોકોની નોકરીઓ જતી રહી છે. વર્ષ 2016માં વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા દેશમાં નોટબંધી જાહેર કરવામાં આવી હતી અને રૂ. 1000-500ની નોટો ચલણમાંથી કાઢી નાખવામાં આવી હતી. બેંગલુરુમાં આવેલી અઝીમ પ્રેમજી યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016થી 2018 દરમિયાન 50 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી,20-24 વર્ષના યુવાનો વધુ બેરોજગાર બન્યાં- રિપોર્ટઃ નોંધનીય છે કે,બેરોજગારીમાં વધારો થવાની શરૂઆત નોટબંધીના સમયગાળામાં જ થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાની નોકરી ગુમાવનાર 50 લાખ પુરુષોમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના ઓછા શિક્ષીત પુરુષોની સંખ્યા વધારે છે. આ આધાર પર તારણ કાઢવામાં આવ્યું છે કે, નોટબંધીમાં સૌથી વધુ અસંગઠિત વિસ્તારના લોકો બેરોજગાર બન્યા છે.