Charotar Sandesh
ઈન્ડિયા

પતિએ આપેલ તલાકને મુસ્લમ પત્નએ સુપ્રિમમાં પડકાર્યોઃ આજે વધુ સુનાવણી

દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરથી બહાર કાઢવામાં આવેલી દિલ્હીની એક મુસ્લમ મહિલાએ સુપ્રિમ કોર્ટનો દરવાજા ખટખટાવ્યો છે. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કે સાસરીયાઓ સામે કાયદા અંતર્ગત એફઆઇઆર નોંધાવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે આ અરજી પર સુનાવણી કરશે. હકિકતમાં, મહિલાએ તેની અરજીમાં છે કે, પતિ અને સાસરીવાળા દહેજ માટે મારે છે, હવે એક સાથે ત્રણ તલાક આઆપી ઘરથી બહાર કાઢી મુકી છે.
તમને જણાવી દઇએ કે કોર્ટના નિર્ણય અને સરકાર અધિનિયમ બાદ ફરી એકવાર ત્રણ તલાક ગુનો જાહેર કરવામાં આવ્યો છે. એવામાં પતિ અને સાસરીવાળાની સામે કાર્યવાહી થવી જાઇએ. કોર્ટ આવતીકાલે સુનાવણી કરશે. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ગેરકાયદે તેને તલાક આપ્યા છે. મહિલાએ કોર્ટથી ત્રણ તલાક અધિનિયમમાં કાર્યવાહી કરવાની માગ કરી છે. ૩૨ વર્ષીય મહિલાએ તેના પતિ પર તેને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.

Related posts

૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી આ બાબતે લઈ શકે છે મોટો નિર્ણય, જુઓ વિગત

Charotar Sandesh

લોકડાઉન અંગે મોદી સરકાર પર કોંગ્રેસનો ત્રિપલ એટેક : સ્પીક અપ ઇન્ડિયા અભિયાન શરૂ…

Charotar Sandesh

રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બનશે : મજૂરો સાથે જોડાયેલા ત્રણ બિલ રાજ્યસભામાં પાસ…

Charotar Sandesh