લગ્ન પછી ઘરમાં કંકાસ થવો એ સામાન્ય વાત છે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, પત્નીને પિયર મુકવા જતી વખતે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને બોલાચાલી થવાના કારણે પતિ અને પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર મહેસાણા અને ખારામીઠા ગામના રેખા ઠાકોર અને સહદેવજી ઠાકોર નામના પતિ-પત્ની અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા હતા. આવર નવાર આ પતિ-પત્ની વચ્ચે નાની નાની બાતને જઘડાઓ થતા હતા. લગ્નબાદ શરૂ થયેલા ઘર કંકાસથી કંટાળીને પત્નીને પિયર મૂકવા જવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે સોમવારે સહદેવજી ઠાકોર પત્ની રેખા ઠાકોરને બાઈક પર તેના પિયર મુખાવા માટે જતો હતો. રસ્તામાં પણ બંને પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને બોલાચાલી થઇ હતી. જેના કારણે પતિ-પત્નીએ કડીની બલાસર નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જે સમયે પતિ-પત્નીએ કેનાલમાં છલાંગ લગાવી ત્યારે એક રીક્ષા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જેના કારણે રીક્ષા ચાલકે કેનાલમાં છલાંગ લગાવેલા દંપતીને બચવાના પ્રયાસો કર્યા હતા. ઘટનાની જાણ અન્ય લોકોને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કેનાલમાં ઝંપલાવેલા દંપતીને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. લોકોના પ્રયાસો બાદ મહિલાને કેનાલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ સહદેવજી ઠાકોર પાણીમાં ગરકાવ થવાના કારણે તેમનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. જેના કારણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામા આવી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયાઓની મદદથી સહદેવજી ઠાકોરની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે દિવસે સહદેવજી ઠાકોરનો કોઈ અતોપતો લાગ્યો ન હતો અને મંગળવારે પાણીમાંથી પોલીસને સહદેવજી ઠાકોરની લાશ મળી આવી હતી. જેના કારણે પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને સહદેવજી ઠાકોરની લાશ પરિવારને સોંપી હતી.